રાજકોટમાં કાલે ઢેબર રોડ પરનાં વિસ્તારમાં પાણી વિતરણ નહિ થાય
લાઇન લિકેજની કામગીરી સબબ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડના વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટનાં વિસ્તારોમાં અસર: મનપાનાં વોટર વર્કસ શાખાની સતાવાર જાહેરાત
રાજકોટ: ગોંડલ ચોકડી પાસે ભાદર યોજનાની ૯૦૦ એમ. એમ ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ તા.૧૦ને સોમવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડના વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે. તેમ મનપા તંત્ર દ્રારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલ પાણી વિતરણ નહિ થનાર વિસ્તારોની યાદી આ મુજબ છે.
વોર્ડ નં.7 નાં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
વોર્ડ નં.14 નાં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક તથા
વોર્ડ નં.17 નાં નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય.