રાજકોટ
News of Monday, 10th January 2022

વકીલો અને તેમના પરિવારના હીતમાં ફીઝીકલ કોર્ટો તુરત ફરી શરૂ કરવા દિલીપ પટેલની અપીલ

રાજકોટઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા ઇન્ડીયાના જાગૃત મેમ્બર વકીલોના પ્રશ્ને સતત રજુઆત કરનાર ધારાશાસ્ત્રી  દિલીપ પટેલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની તમામ અદાલતો મહામારીમાં ફીઝીકલ કામ બંધ કરી માત્ર વર્ચ્યુલ કામ કરવાનું સરકારે મેમોરેડન્ડ બહાર પાડેલ છે અને નિયંત્રણ મુકેલ છે તેમાં અદાલતો બંધ કરવાનો સરકારનો કોઇ આદેશ ન હોવા છતા નિયંત્રણ હેઠળ કોર્ટો બંધ કરવાનો આદેશ કરેલ છે તેવુ અમારૂ નમ્ર માનવુ છે. તે તાત્કાલીક પરત ખેંચવા રજુઆત કરેલ છે.

સમગ્ર દેશમાં વધતા જતા કેસોના ભારણ અંગે સુપ્રીમ કોર્ટ તથા સરકાર ચિંતીત છે. લાખો કેસો પેન્ડીંગ છે. હાલમાં એક વર્ષથી ઉપરના સમય કોર્ટો બંધ રહેવાથી લાખો કેસોનો વધારો થયો છે પહેલી અને બીજી લહેરમાં અસંખ્ય વકીલોની હાલત કથળી ગયેલ હતી અને વકીલાતનો મોભાદાર વ્યવસાય છોડી અન્ય ધંધો કરવા મજબુર બનેલ હતા. ઘણા વકીલો મૃત્યુને ભેટેલ હતા તે તમામ હકીકત ગુજરાત હાઇકોર્ર્ટે ધ્યાનમાં લેવી જરૂરી હોવાનું દિલીપભાઇ જણાવે છે.

દિલીપભાઇ કહે છે કે કોર્ટમાં વકીલોને  પ્રવેશ બંધ કરી અને ગુજરાતની બધી જ કોર્ટો ફીઝીકલ બંધ કરી દેવી તે કેટલે અંશે વ્યાજબી પગલુ છે? વકીલો માત્ર વકીલાત ઉપર જ આજીવીકા મેળવે છે. નિયમ પ્રમાણે અન્ય ધંધો, બીઝનેશ કરી શકતા નથી, વકીલાત ઉપર તેમના ઘરનો કુટુંબ, બાળકોનો જીવન નિર્વાહ, ઘર ભાડુ, ફી, લાઇટ બીલ, પેટ્રોલ વિગેરેનો ખર્ચ નિર્ભર કરે છે. વકીલો માંડ પોતાની રોજી રોટી કમાઇ જાહેર જીવન થયા ત્યા કોર્ટોમાં ફીઝીકલ કાર્ય બંધ કરવાથી ફરી વકીલો બેકાર બનવાનો ભય સર્જાયો છે.

દિલીપભાઇએ કહ્યું કે સમગ્ર ગુજરાતના કર્મચારીઓ, ન્યાયધીશોને પુર્ણ પગાર, મોંઘવારી ભથ્થુ, મકાન ભાડુ સહીતની સુવિધા મળતી હોય, તે રેગ્યુલર જીવન જીવી શકે છે તેનો વાંધો નથી પરંતુ જયારે વકીલો અને તેના પરીવારજનોની માત્ર વકીલાત થતા, વકીલોની આજીવીકા બંધ થતા, કપરી પરીસ્થિતીનો સામનો કરવા મજબુર બનેલ છે.

સમગ્ર દેશના રાજયો, ગુજરાતના તમામ શહેરોમાં રોજીંદુ જીવન જીવી રહેલ છે. સરકારી દરેક કચેરીઓ, કલેકટર કચેરી, કોર્પોરેશન, જીલ્લા પંચાયતો, પોલીસ સહીતની કામ કરી રહેલ છે. બજારો ખુલ્લી છે, હોટલો રેસ્ટોરન્ટને ધંધા કરવાની છૂટ છે ત્યારે માત્ર વકીલોના વ્યવસાય બંધ થવાથી કોર્ટો, બંધ થવાથી કોવીડ મહામારી કાબુમાં આવી જશે? તેવો પ્રશ્ન શ્રી દિલીપ પટેલે ઉઠાવ્યો છે.

કોવીડ મહામારીમાં ગુજરાતની તમામ કોર્ટોના ન્યાયધીશશ્રી તથા સ્ટાફે જીવતા શીખવુ પડશે. સરકારી નીતી નિયમના કડક અમલ નિયંત્રણ, સાથે ગુજરાતની કોર્ટો ખોલી ફીઝીકલ કાર્ય શરૂ કરવુ જોઇએ, કોર્ટોમાં હાઇકોર્ટે પોતાના નિયમો બનાવીને પણ ફીઝીકલ કોર્ટો વકીલો તેમના પરીવારજનોના હીતમાં શરૂ કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસનો પત્ર લખી શ્રી દિલીપ પટેલે વિનંતી કરેલ છે.

(2:52 pm IST)