રાજકોટ
News of Monday, 10th January 2022

આજે ચેમ્બર ઓફ કોમર્સની અંતિમ કારોબારીઃ કાર્યભાર ચુંટણી સમિતિને સોંપાશેઃ ચુંટણી સમિતિ કોરોનાને ધ્યાનમાં રાખી મહત્વની ભલામણ કરે તેવી શકયતા

રાજકોટઃ મહાજનોની સંખ્યા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ચુંટણીના ઢોલ વાગ્યા છેઃ ૧૩ ફેબ્રુઆરીએ કારોબારીની ચુંટણી યોજવાનું જાહેર થયા બાદ આજે સાંજે પ.૩૦ કલાકે અંતિમ કારોબારી મળી રહી છે અને તેમાં કાર્યભાર ચુંટણી સમિતિને સોંપી દેવાનો ઠરાવ પસાર કરી કાર્યભાર સમિતિને સોંપી દેવાશેઃ આવતીકાલથી ચેમ્બરમાં ચુંટણી સમિતિ સર્વે સર્વા બની જશે અને હોદેદારો આગળ પુર્વનું બિરૂદ લાગી જશેઃ દરમિયાન જાણવા મળે છે કે હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના ડાકલા વગાડતો હોય અને રોજેરોજ કેસ વધી રહયા છે એવા સંજોગોમાં ચુંટણી હાલ પુરતી મોકુફ રાખવી? કે પછી વર્ચ્યુઅલ યોજવી  એવી ભલામણ ચુંટણી સમિતિ કરે તેવી શકયતા છે. એવું જાણવા મળે છે કે ચુંટણી સમિતિ ફેબ્રુઆરીને બદલે બીજા કોઇ મહિનામાં ચુંટણી યોજવા ભલામણ કરશે અથવા તો જો હોદેદારો નહિ માને તો  પછી ચુંટણી અને મતદાન વર્ચ્યુઅલ યોજવા  કોઇ નિર્ણય લેવાય તેવી શકયતા છેઃ ચુંટણીની તારીખોમાં પણ ફેરફાર થાય તેવી શકયતા હાલ જણાઇ રહી છેઃ કોરોના કાળમાં ચુંટણી યોજવી વ્યાજબી નથી તેવું લોકો માની રહયા છે.

(3:32 pm IST)