રાજકોટ
News of Saturday, 10th April 2021

રાજકોટમાં કોરોનાનો આતંક યથાવતઃ નવા ૨૦૩ કેસ : આજે વધુ ૩૨ લોકોના શ્વાસ થંભી ગયા

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩૪ પૈકી ૫ જ કોવિડ ડેથઃ હાલમાં ૩૨૬ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૨૧,૯૭૨ થયોઃ આજ દિન સુધીમાં ૧૯,૩૫૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૨૨૪૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૩૨નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૦૩ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૯નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૦નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૩૪ પૈકી ૫ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૨૬ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૩૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 બપોર સુધીમાં કોરોનાના ૨૩૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦૩નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૧,૯૭૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૦,૫૨૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૪૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૨૨ ટકા થયો  હતો. જયારે ૧૮૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૪૮,૬૬૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૧,૯૭૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૨૪૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:55 pm IST)