રાજકોટ
News of Saturday, 10th April 2021

હોમીયોપેથીની શોધ કરનાર ડો.સેમ્યુઅલ હનીમનનો જન્મદિન

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૦: હોમિયોપેથીએ એક એવી સારવાર આપવાની વૈજ્ઞાનિક પદ્ઘતિ છે જેમાંઅલગ અલગ રોગોની અલગ અલગ દવાના આપતા બધા રોગોની એક જ દવા જે તે વ્યકિત ની તાસીર ઉપરથી આપવામાં આવે છે જેથી તેમાં રોગો નહિ પરંતુ રોગીની દવા કરવામાં આવે છે

હોમીઓપેથીની શોધ કરનાર ડો. સેમ્યુઅલ હનીમન સરનો જન્મ ૧૦ એપ્રિલ ૧૭૫૫ ના જર્મનીના મીસેન નામ ના નાનકડા ગામમાં થયો હતો, ૧૯૭૯માં એમને એમબીબીએસ, એમડીની ડીગ્રી મળી, અને ૧૭૮૦ માં એમને પોતાની પ્રેકટીસ નાનકડા ગામમાં શરુ કરી, પરંતુ ત્યારે ચાલતી સારવારની પદ્ઘતિથી એમને સંતોષ ના થતા તબીબી વ્યવસાય છોડી દીધો , અને તેમની ૧૮ ભાષા અવાડવાની કળાને લીધે એમને તબીબી પુસ્તકોનું અલગ અલગ ભાષામાં અનુવાદ કરવાનું શરુ કર્યું, આ કરતા ૧૭૯૦ માં એક ફૂલેન્સ મટેરીયા મેડીકામાં એક વાકય એવું આવ્યું કે સીન્કોના વૃક્ષની છાલ તેના કડવા ગુણ થી મલેરિયા મટાડી શકે છે, આ વાત એમના ગળેના ઉતરતા એમને થયું કડવી વસ્તુ તો ધણી છે બધી વસ્તુ મલેરિયા મટાડતી નથી તેથી તેમને સતત ૬ વર્ષ સુધી પ્રયોગો કર્યા અને છેવટે એ તારણ પર આવ્યા કે

જે તત્વ જેવા પ્રકારનો રોગ કે ચિન્હ સર્જી શકે છે તે જ તત્વમાંથી બનતી દવા તે રોગને મટાડી શકે છે . અને ૧૭૯૬માં હોમિયોપેથી પદ્ઘતિની શોધ થાય હતી. આ પધ્ધતિ વૈદક સિદ્ઘાંતો પર આધારિત છે. તેના મૂળભૂત સિદ્ઘાંતો નીચે મુજબ છે, Law Of Similia  - ઝેરનું મારણ ઝેર. ૧-૧૫/ ૦૧ Law Of Simplex  એક સમયે એક જ દવા.Law Of Minimum - ઓછામાં ઓછી માત્રામાં દવા. આ સિદ્ઘાંતો પર કાર્ય કરતી હોવાથી હોમિયોપેથીક દવાની આડ અસર થતી નથી.

અસ્વસ્થ મન અસ્વસ્થ શરીર માટે જવાબદાર છે, હોમિયોપેથી દવા માણસના ડાયાબીટીસ , હાઇપરટેન્સન , કેન્સર જેવા રોગો મટાડે છે વિશેષ માનસિક સ્વસ્થતા પણ આપે છે. હોમિયોપેથીએ રોગોને જડમૂળથી મટાડવામાં મદદ કરે જ છે સાથે સાથે અમુક રોગોમાં જયાં ઓપરેશન જરૂરી છે એવા રોગો જેવા કે પથરી, ગાંઠ, કપાસી , હરસ , મસાને દવાથી મટાડે છે અને એ રોગો વારંવાર થતા હોઈ એની તાસીર પણ મટાડે છે.

હોમિયોપેથી સારવાર ગર્ભવતી સ્ત્રીને થતી તકલીફ માટે સાઈડ ઈફેકટ વગર અને એ સિવાય બાળકને વારસાગત રોગો ના થાય એના માટે રોગપ્રતિકારક શકિત પણ આપે છે. ૧ થી પ વર્ષ સુધી બાળક ને હોમિયોપેથીક દવા આપવામાં આવે તો એમની રોગપ્રતિકારક શકિત વધે છે અને કુટુંબના વારસાગત રોગો જેવા કે ડાયાબીટીસ, હાયપરટેન્સન, થાઈરોઈડ, ઓસ્ટીઓઆર્થરાઈટીસ થવાની શકયતા ઘટી જાય છે.

આજના સમયમાં હોમિયોપેથીએ સૌથીવધુ પ્રચલિત થતી અને વપરાતી સારવારોમાં બીજા નંબરે છે. હાવર્ડ યુનિવર્સીટીએ આપેલા

હોમિયોપેથીના સારા સમાચાર પ્રમાણે ૨૦૦૨ & ૨૦૦૭ માં ૧.૭ % થી ૧.૮% વપરાશમાંથી ૨૦૧૨ માં ૧૫% વધારો થયો છે. હોમિયોપેથી માટેની ખોટી માન્યતાઓ સામે હવે આ પધ્ધતિ માટેની હકીકત લોકોને સમજાવવા લાગી છે અને હવે હોમિયોપેથીક કોલેજોમાં ભણતા વિદ્યાર્થી આ જાગૃત્ત્।તા લાવવા માટે વધુમાં વધુ કાર્યરત બન્યા છે અને આજના દિવસે વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ જઈને લોકોને મળીને હોમિયોપેથી વિશેની પૂરી જાણકારી આપે છે અને એના ઉપયોગ વિશે સમજાવે છે.

: સંકલન :

ડો.નીરવ માનસેતા

એમ.ડી.હોમીયોપેથી

નાણાવટી ચોક-રાજકોટ

(12:50 pm IST)