રાજકોટ
News of Saturday, 10th April 2021

નાનામવા રોડની કલ્‍યાણ સોસાયટીમાં મકાન-બિલ્‍ડીંગ સીલ કરાયાઃકન્‍ટમેન્‍ટ ઝોન જાહેર

રાજકોટ : શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્‍થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્‍ટેઇનમેન્‍ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્‍યક કામગીરી અનુસંધાને  જે જે વિસ્‍તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્‍યાં આવશ્‍યકતા અનુસાર માઈક્રો કન્‍ટેઈનમેન્‍ટ ઝોન બનાવી પીળા-લાલ રંગની પટ્ટી તથા જરૂરી વિગત દર્શાવતું બેનર લગાવવામાં આવી રહ્યુ છે. જે અન્‍વેય નાનામૌવા રોડ પર આવેલ કલ્‍યાણ સોસાયીમાં કોરોનાનાં વધુ કેસ આવતા મકાનો-બિલ્‍ડીંગો સીલ કરી કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યો છે. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:52 pm IST)