રાજકોટ
News of Thursday, 10th September 2020

બે દિવસમાં રાજકોટ જીઇબીના ૧ હજારના સ્ટાફનું ટેસ્ટીંગ ૪૦ કર્મચારીને કોરોના જાહેર થતા કુલ ૬૦થી વધુ હોમ કોરોન્ટાઇન

૧પ થી વધુ કચેરી સેનેટાઇઝ કરાઇ : લોકોને જરૂર હોય તો જ આવવા અપીલ : કચેરીઓ તમામ ચાલુ : દરેક કચેરી ઉપર સિકયુરીટી મૂકાઇ : આવનાર લોકોનું ચેકીંગ બાદ જ એન્ટ્રી

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ વીજ તંત્રને કોરોનાએ ૪૪૦ વોલ્ટનો આંચકો આપી દીધો છે. બે દિવસથી તમામ સ્ટાફનું કોર્પોરેશન દ્વારા કોરોના અંગે ખાસ ટેસ્ટીંગ કરાયું હતું.

વીજ અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે બે દિવસમાં કુલ ૧ હજારના સ્ટાફનું ચેકીંગ કરાયું તેમાં ૪૦ કર્મચારી-અધિકારીને  કોરોના જાહેર થતાં ભારે ફફડાટ મચી ગયો હતો. આ ૪૦ ઉપરાંત અન્ય રપ થી ૩૦ના સ્ટાફની કોરોન્ટાઇન કરી દેવાયા છે અને ૧૪ દિવસ ઘરે રહેવા જ આદેશો કરાયા છે. આ ૪૦ને કોરોના આવ્યો તેમાં ડે. ઇજનેરો ડી.વાય. મહેતા, ઘેડીયા, જુનીયર ઇજનેર ે માંકડીયાનો સમાવેશ થાય છે.

દરમિયાન જીઇબીની કોર્પોરેટ ઓફીસ, સીટી-ર ડીવીઝન, એચટીના ડીવીઝન-૧,ર,૩, સીટી-૩ ડીવીઝન સહિત કુલ ૧પ કચેરીને સેનેટાઇઝ કરી દેવાઇ છે અને લોકોને જરૂર હોય તો જ લોકોને રૂબરૂ આવવા અપીલ કરાઇ છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે દરેક વીજ સબ ડીવીઝન ઉપર સિકયુરીટીનો સ્ટાફ મૂકી દેવાયા છે જે લોકો અરજદારો આવે તેનું થર્મલ ગનથી ચેકીંગ પણ સેનેટાઇઝ કરવા, માસ્ક પહેર્યુ છે કે કેમ તે જોવા અને ત્યાર બાદ જ એન્ટ્રી આપવા આદેશો કરાયા છે.

(11:10 am IST)