રાજકોટ
News of Thursday, 10th September 2020

રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં અનામત બેઠકોની ફાળવણી

કુલ ૨૦૨ પૈકી ૧૨૯ બેઠકો અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને મહિલાઓ માટેઃ ૭૩ બેઠકો બીનઅનામત

રાજકોટ, તા., ૧૦ : રાજય ચુંટણી પંચે  રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો માટે બેઠકોની ફાળવણી કરી છે. રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયત માટે અગાઉ અનામત અને બિનઅનામત બેઠકોની ફાળવણી કરવામાં આવેલ. ગઇકાલે બાકીની ૧૦ તાલુકા પંચાયતો માટે પણ બેઠક ફાળવણી કરવામાં આવી છે.

જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં ૨૦૨ બેઠકો થાય છે. તે પૈકી ૧૨૯ બેઠકો મહિલા અનામત અને જ્ઞાતીગત ધોરણે ફાળવવામાં આવી છે. કુલ ૭૩ બેઠકો બિનઅનામત પ્રકારની રહેશે. આવતા  ૩ મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતોની ચુંટણી આવવા પાત્ર છે તેને અનુલક્ષીને ચુંટણી પંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. અનામત બેઠકોની ફાળવણીથી દરેક તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો થઇ ગયા છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૨૨ બેઠકો રાજકોટ જસદણ અને ગોંડલ તાલુકામાં છે. કોટડા સાંગાણી, ધોરાજી, કંડોરણા, પડધરી અને લોધીકા તાલુકા પંચાયતની કુલ ૧૬-૧૬ બેઠકો છે. જેતપુરમાં ૨૦ બેઠકો છે. ઉપલેટામાં અને વિંછીયામાં ૧૮-૧૮ બેઠકો છે.

રાજકોટ તાલુકામાં ગઢકા બેઠક અનુસુચીત જાતીની સ્ત્રી માટે તથા હલેન્ડા બેઠક અનુસુચીત જાતી માટે ફાળવવામાં આવી છે. ગૌરીદળ બેઠક આદી જાતીની રહેશે. બામણબોર, બેડી, બેડલા, હલેન્ડા, જીયાણા, કાળીપાટ, કસ્તુરબા ધામ અને ખેરડી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત રહેશે. કોઠારીયા, કુવાડવા, લોધીડા, માલીયાસણ, પરાપીપળીયા, પારવાળા, સણોસરા અને સરધાર બેઠક બીન અનામત રહેશે.

તાલુકાવાર બેઠકોની સંખ્યા

તાલુકો

કુલ બેઠકો

બિન અનામત

જસદણ

૨૨

૦૯

કોટડાસાંગાણી

૧૬

૦૬

ઉપલેટા

૧૮

૦૬

ધોરાજી

૧૬

૦૬

જામકંડોરણા

૧૬

૦૬

ગોંડલ

૨૨

૦૮

વીંછીયા

૧૮

૦૭

પડધરી

૧૬

૦૫

જેતપુર

૨૦

૦૭

લોધીકા

૧૬

૦૫

રાજકોટ

૨૨

૦૮

કુલ

૨૦૨

૭૩

(11:48 am IST)