જુના મોરબી રોડ પર અવાવરૂ જગ્યામાંથી ૮૧ હજારનો દારૂ ભરેલી કાર રેઢી મળી
બી-ડિવીઝનના પીઆઇ ઓૈસુરા, પીએસઆઇ ડામોર, એએસઆઇ વિરમભાઇ અને ટીમની કાર્યવાહી
રાજકોટ તા. ૯: જુના મોરબી રોડ પર રાજનગર વાળા રોડ પર અવાવરૂ જગ્યાએ કારમાં દારૂનો જથ્થો હોવાની માહિતી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી જીજે૦૩ડીજી-૩૭૪૭ નંબરની કાર તપાસતાં અંદર રૂ. ૮૧૬૦૦નો ૨૦૪ બોટલ દારૂ ભરેલો હોઇ કાર્યવાહી કરી દારૂ અને કાર કબ્જે કરી હતી. નંબરને આધારે તપાસ શરૂ થઇ છે.
ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા અને મનોજભાઇ ગઢવીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સંજયભાઇ અને પરેશભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ટાટા માન્ઝા કાર કોની છે? દારૂ કોનો છે? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.