સિવીલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં સફાઇનો અભાવ : કેસ બારી પર ભીડ
કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીની જાત તપાસ : આવેદન
રાજકોટ તા. ૧૦ : કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીની ટીમ સિવીલ હોસ્પિટલની મુલાકાતે ગઇ હતી. ડો. ત્રિવેદીને આવેદનપત્ર આપી નવા સોનોગ્રાફી મશીન મુકવા રજુઆત કરાઇ હતી. જુના બિલ્ડીંગમાં સફાઇના અભાવે ગંદકી પ્રસરતી હોય સફાઇ કામદારો વધારવા તેમજ પ્રસુતિ વિભાગમાં બાળકો માટે દુધની વ્યવસ્થા છે તેની યોગ્ય તપાસ કરવા, કેસ બારી ઉપર સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ ન હોય યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી હતી.
આ સમયે હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિ કોંગ્રેસના ચેરમેન કાળુભાઇ ચુડાસમા, મહિલા ચેરમેન રાણીબેન દેવરાણીયા તેમજ રેખાબેન હરણેશા, રીયાબેન, લતાબેન, મીનાબેન, સુરેશભાઇ પરમાર, અમૃતભાઇ રાઠોડ, રમેશભાઇ તેમજ ફરીયાદ સેલના પ્રમુખ આશિષભાઇ, સોશ્યલ મીડીયા સેલના જીજ્ઞેશભાઇ વાગડીયા, વોર્ડ નં. ૮ ના પ્રમુખ શ્રીમાળીભાઇ, ઘનશ્યામભાઇ મકવાણા વગેરે સાથે જોડાયા હતા.