રાજકોટ
News of Thursday, 10th September 2020

કુવાડવા પોલીસ મથકના ઇકબાલ હત્યા કેસના આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ,તા. ૧૦: કુવાડવા પોલીસ સ્ટેશનની હકુમતમાં આવેલ વિસ્તારમાં આવેલ ગુજરનાર ઇકબાલ બાબુભાઇ કંડીયાની હત્યા થવા સબબ ગુજરનારના ભાઇ ફરીયાદી અસલમ બાબુભાઇ કંડીયાએ ફરીયાદ આપતા જે અંગે આરોપી દિપકભાઇ ઉર્ફે રાણો રામજીભાઇ પરમાર રહે. બેડીપરા વાળાની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે થતા પોલીસ ચાર્જશીટ રજુ કરતા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરતા રૂ. ૧૦,૦૦૦ના જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ગુજરનાર ઇકબાલ જેઓ તા. ૧૫/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૫:૦૦ વાગે ઘરેથી બહાર ગયેલ અને સંતકબીર રોડ પાસે આરોપી પોતે રીક્ષા સ્ટેન્ડે ઉભા હતા. તે દરમ્યાન મુખ્ય આરોપી સંજય તથા ગુજરનાર વચ્ચે બોલાચાલી પૈસાની લેતી -દેતી બાબતે ઝગડો થયેલ તે દરમ્યાન ગુજરનારને મુખ્ય આરોપીઓ છરીના ઘા મારેલ અને છરી આરોપીની રીક્ષામાં ફેકી દીધેલ અને ગુજરનાર નીચે પડી જતા આ કામના આરોપીએ તાત્કાલીક સરકારી દવાખાનામાં લઇ જવા પ્રબંધ કરેલ પરંતુ સરકારી દવાખાને પહોંચ ગુજરનાર અવસાન પામતા સરકારી દવાખાનામાં પોલીસ જોતા આરોપી ગભરાય ગયેલ અને ગુજરનારની લાશ મોરબી રોડ કાગદડીથી આગળ ખોડીયાર માતાના મંદીરના સામેના ભાગે વાડી તરફ તલાવડી કાંઠે લાશ ફેકી દઇ ત્યાંથી નીકળી ગયેલ જે અંગે ફરીયાદીના મિત્ર વોટ્સઅપ ગ્રુપમાં ગુજરનારની લાશ સરકારી દવાખાનામાં પોલીસ દ્વારા પી.એમ. રૂમમાં રાખવામાં આવેલ ત્યાં જોતા ગુજરનારને છરી જેતા તીક્ષણના ઘા હતા અને ફરીયાદીને જાણવા મળેલ કે સંજયએ છરીના ઘા મારેલ છે અને આ કામના આરોપીએ મદદગારી કરેલ છે જેથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા આરોપની ધરપકડ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપીએ રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા જામીન અરજી નામંજુર થયેલ જેથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ. ગુજરાત હાઇકોર્ટે જામીન પર છોડવા હુકમ કરેલ હતો.

 આ કામમાં એડવોકેટ શ્રી રોહિતભાઇ બી.ઘીઆ તથા શકીલભાઇ કુરેશી તથા ગોપાલ મકવાણા તથા આસીસટન્ટ તરીકે હર્ષભાઇ ઘીઆ રોકાયેલ હતા.

(2:58 pm IST)