રાજકોટ
News of Thursday, 10th September 2020

ડો.જયંતિ રવિ સતત ૧૧ દિવસ રાજકોટમાં રોકાયાઃ જરૂર લાગશે તો ફરી આવશે

રાજકોટઃ શહેરમાં કોરોના મહામારીનો વ્યાપ વધવા લાગ્યો છે. ત્યારે કોરોનાની રોકથામ કરવા અને તંત્રમાં પ્રાણ પૂરવા સાથે હિમ્મત આપવા, ચોકકસ વ્યવસ્થા કરવા રાજયના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સતત ૧૧ દિવસ રાજકોટ રોકાયા હતા.

 

રાજકોટ વિભાગ માટે કોરોના અંગે સંકલન સાધવા પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા પણ સતત રાજકોટમાં રહ્યા છે.

ડો.જયંતિ રવિએ કલેકટર શ્રી રૈમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાત તથા મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા ડી.ડી.ઓ. વિગેરે અધિકારીઓ સાથે સતત સંકલન સાધી દર્દીઓને પૂરતા બેડની સુવિધા કરી હતી.

ડો.જયંતિ રવિએ નિર્દેશ આપેલ કે જરૂર પડયે ૨- ૩ દિવસ પછી ફરી રાજકોટ મુકામ કરશે.

અમદાવાદથી ૭૦ ડોકટરો રાજકોટ માટે ખાસ મોકલ્યા છે. જો કે રાજકોટ શહેર- જિલ્લામાં કોરોના અટકવાનું નામ લેતો નથી. તેથી ચિંતાની લાગણી પ્રસરી છે.

(3:23 pm IST)