રાજકોટ
News of Thursday, 10th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા રવિવારે નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પ

રાજકોટ, તા.૧૦: રાજનીતિ કી પાઠશાલાના ગુજરાત રાજય પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રવાલે યાદીમાં જણાવ્યું છે કે આગામી તા.૧૩ સપ્ટેમ્બરના રવિવારે રાજકોટ શહેરમાં રાજનીતિ કી પાઠશાલા દ્વારા નિઃશુલ્ક આંખના નિદાન કેમ્પનું દિયા આઈ હોસ્પિટલ એન્ડ લેસિક સેન્ટરના ડો. મનોજ યાદવ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં આંખને લગતા તમામ રોગની આંખના નિષ્ણાત ડોકટર દ્વારા તપાસ કરવામાં આવશે તેમજ મોતિયાની તપાસ, ઝામરની તપાસ, નાસુર, પડદા, ત્રાંસી આંખ, લો-વિઝન વગેરેની તપાસ નિઃશુલ્ક કરવામાં આવશે અને આંખનો નિદાન કેમ્પ રવિવારે સવારે ૧૦ થી ૧ સુધી લોકો લાભ લેવા બુદ્ઘ વિહાર, ઉત્કર્ષ સ્કુલની સામે, દાસીજીવણપરા, અક્ષર માર્ગ, રાજકોટ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 આ કેમ્પમાં રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે તેમજ શ્રી પી.બી.પંડ્યા (રેસીડેન્ટ એડિશનલ કલેકટર)ના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવશે.

આંખના નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા રાજકોટની જનતાને અનુરોધ ડો.કીર્તિબેન અગ્રાવત (પ્રમુખ ગુજરાત રાજય રાજનીતિ કી પાઠશાલા), ભાર્ગવ પઢિયાર (પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન ), મૌલેશ મકવાણા (પ્રમુખ રાજકોટ શહેર), ભાવનાબેન પારેખ (મંત્રી ઓલ ઇન્ડિયા), વિરલ ભટ્ટ (પ્રવકતા સૌરાષ્ટ્ર ઝોન) તેમજ સમગ્ર રાજનીતિ કી પાઠશાલાની ટીમે રાજકોટની જનતાને લાભ લેવા અનુરોધ કર્યો છે. આ નિદાન કેમ્પ બાબતે વધુ માહિતી મેળવવા રાજકોટ શહેર પ્રમુખ મૌલેશ મકવાણા મો.૯૨૬૫૫૪૬૫૮૨ને સંપર્ક સાધી શકાશે.

(3:56 pm IST)