રાજકોટ
News of Thursday, 10th September 2020

સાથી હાથ બઢાના... રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વધુ ૧૧૪ નર્સીંગ વિદ્યાર્થીઓ જોડાયા

ગુજરાત નર્સીંગ કોલેજ એસોસીએશન દ્વારા સરાહનીય સંકલન : શુકલ કોલેજમાં ૪૯, કામદાર કોલેજમાં ૩૮, આનંદ કોલેજમાં ૨૨ અને મુરલીધર કોલેજમાં ૧૨ વિદ્યાર્થીઓ

રાજકોટ, તા. ૧૦ : રાજકોટમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે. સરકારી સિવિલ હોસિપટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે નર્સીંગ સ્ટાફની ભારે અછત પ્રવર્તે છે ત્યારે નર્સીંગ કોલેજના છાત્રોને સહયોગી નવા આગળ આવ્યા છે.

રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય રાજકોટ ફરજ મૂકયા છે. તાજેતરમાં કલેકટર શ્રી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં નર્સીંગ કોલેજના સંચાલકોની બેઠક મળી હતી. નર્સીંગ સ્ટાફની ડીમાન્ડ થતા ૧૪૪ નર્સીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સ્ટાફ નર્સ તરીકે કામ કરવા માટે પૂરા પાડવામાં આવનાર છે. અગાઉ ૫૪ નર્સીંગ છાત્રો ફાળવવામાં આવ્યા હતા.

જેમાં એચ.એન. શુકલા કોલેજના ૪૯, આનંદ કોલેજના ૨૨, કામદાર કોલેજના ૩૧ અને મુરલીધર કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ મળી ૧૪૪ વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલમાં મદદ માટે જોડાશે.

ઓલ ગુજરાત નર્સીંગ કોલેજ એસોસીએશન પ્રેસીડેન્ટ ડો. મેહુલ રૂપાણી, કિશોરસિંહ સોઢા, પરેશભાઈ કામદાર, ભાર્ગવભાઈ રાઠોડ, નરેન્દ્ર સીનોજીયા, શૈલેષભાઈ ફાધર બીનોઈ દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા ખાત્રી આપવામાં આવી છે.

(4:00 pm IST)