રાજકોટ
News of Thursday, 10th September 2020

વાડીની ઓરડીમાંથી દારૂના ચપલા અને બીયર સાથે રાજુ અને કલુકી પકડાયા

તાલુકા પોલીસનો દોઢસો ફુટ રોડ પર દિનેશ પરસાણાની વાડીમાં દરોડો

રાજકોટ તા. ૧૦ :.. શહેરના નવા દોઢ સોફુટ રોડ પર પટેલ વાટીકા નજીક આવેલી વાડીની ઓરડીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના ૬પ ચપલા અને ૧ર બીયરના ટીન સાથે વૃધ્ધ અને વૃધ્ધાને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ નવા દોઢસો ફુટ રોડ પર પટેલવાડીકા પાસે આવેલા કોકોનેટ પાર્ટી પ્લોટની સામે દિનેશ પરસાણાની વાડીની ઓરડીમાં એક શખ્સ અને એક મહિલા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ. ભગીરથસિંહ ઝાલા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતા પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર એએસઆઇ આર. બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, પ્રદિપસિંહ રાણા, ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઇ સોંઢીયા, હર્ષરાજસિંહ જાડેજા, રવીરાજભાઇ પટગીર, કિશનભાઇ તથા રૂપેશભાઇ સહિતે વાડીની ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂના ૬પ ચપલા અને ૧ર બીયરના ટીન સાથે રાજૂ રત્નાભાઇ પરમાર (ઉ.૬૪) (રહે. વાડીની ઓરડીમાં) તથા કલુકી ચુનાભાઇ માવી (ઉ.૬૩) (રહે. મુળ સીમળીયા, જી. દાહોદ) ને પકડી લઇ રૂ. ૭૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(4:03 pm IST)