News of Tuesday, 11th January 2022
નશો કરી પત્નિને મારકુટ કર્યા બાદ અરવિંદ થીનર પી ગયો
માંડા ડુંગર પાસે ગોકુલ પાર્કમાં બનાવ
રાજકોટ તા. ૧૧: આજીડેમથી આગળ માંડા ડુંગરની ગોળાઇમાં ગોકુલપાર્કમાં રહેતાં અરવિંદ જોગીન્દર ગોૈડ (ઉ.૩૦) નામના યુવાને સાંજે થીનર પી લેતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
અરવિંદ મુળ યુપીનો વતની છે અને લાકડાના ફર્નિચરને પોલીશ કરવાનું કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. પત્નિએ કહ્યું હતું કે પતિને દારૂનો નશો કરવાની આદત છે. સાંજે નશો કર્યા મારી સાથે ઝઘડો કરી મારકુટ કર્યા બાદ ઘરમાં પોલીશ કામમાં વપરાતું થીનર પડ્યું હોઇ એ પી લીધું હતું.
(2:36 pm IST)