વોર્ડ નં. ૪નાં વિવિધ વિસ્તારોમાં મેટલીંગ કામ-પાણીની લાઇનનાં કામોનો પ્રારંભ
રાજકોટઃ વોર્ડ નં. ૪ ભગવતીપરા મોમાઇ રેસીડેન્સીમાં કોર્પોરેટર નયનાબેન પેઢડિયા, કંકુબેન કાનાભાઇ ઉધરેજા, પરેશભાઇ પીપળીયા અને કાળુભાઇ કુંગશીયાના વરદ હસ્તે મેટલીંગ કામનો શુભારંભ કરાયો તેમજ સુખ સાગર હોલ પાછળ અનમોલ પાર્કમાં પાણીની પાઇપ લાઇનનું ખાતમુહુર્ત કરાયું તે વેળાની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ નં. ૪ ના પ્રમુખ સી. ટી. પટેલ, મહામંત્રી કાનાભાઇ ઉધરેજા, દિનેશભાઇ ચૌહાણ તેમજ સ્થાનિક અગ્રણી દિલીપભાઇ બોરીચા, હિતેષભાઇ મઠિયા, કાનાભાઇ ડંડેયા, રામદેવભાઇ ભેંસાણીયા, રમેશભાઇ ડાભી, રીટાબેન વડેચા, ભરતભાઇ ચૌહાણ, ભરતભાઇ વાંક, વિશાલભાઇ સોલંકી, કેશુભાઇ સોનારા, અજયભાઇ લોખીલ, દીપકભાઇ વઘાસિયા, શૈલેષભાઇ સોનારા, કલ્પેશભાઇ ડોડીયા, નિરજભાઇ જારિયા, જીગાભાઇ સોનારા, રહીમખાન પઠાણ, રામભાઇ ચાવડા, કાલીભાઇ વગેરે ઉપસ્થિત રહેલ હતા.