રાજકોટ
News of Wednesday, 11th May 2022

કેજરીવાલની સભામાં અંધાધૂધી ફેલાવવા ભાજપનો કારસોઃ ગોપાલ ઈટાલિયાનો આરોપ

‘‘આપ’ના પ્રદેશ નેતા રાજકોટમાંઃ પત્રકાર પરિષદને સંબોધનઃ કેજરીવાલની સભાથી ભાજપમાં ડરનો માહોલ : ભાજપ યુવા મોરચાના લફંગાઅોઍ ‘આપ’ના બેનર ફાડયાઃ હોર્ડિંગ્સમાં તોડફોડ કરીઃ આમ આદમી પાર્ટીને શહેર અને જીલ્લામાંથી પ્રંચડ પ્રતિસાદ

આપ’ની પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને ઈન્દ્રનિલ રાજગુરૂ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૦ઃ દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’ના ધુરંધર નેતા અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટમાં ચૂંટણીનો શંખ ફૂંકવા આવી રહ્ના છે. આ અંગે આજે ‘આપ’ની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ‘આપ’ના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલિયાઍ તોફાની  નિવેદનો આપ્યા હતા.

ગોપાલભાઈઍ જણાવ્યું હતું કે, રાજકોટમાં કેજરીવાલની સભામાં તોડફોડ કરવા યુવા ભાજપને ભાજપના પ્રદેશ અધ્યક્ષે સૂચના આપી છે. કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી ગુજરાત ભાજપ  ડરી ગયો છે. કેજરીવાલજીની આભાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બને છે. નેટવર્ક વિસ્તરી રહ્નાં છે. ‘આપ’ પ્રત્યે ગુજરાતના લોકોને વિશ્વાસ- આશા- અપેક્ષા વધ્યા છે. આ કારણે ભાજપ ડરી ગયો છે અને લફંગાવેળા પર ઉતરી આવ્યો છે.

ગોપાલભાઈઍ કહ્નાં હતું કે સી.આર.પાટીલે યુવા ભાજપને સૂચના આપીને રાજકોટમાં કેજરીવાલનો કાર્યક્રમ વિડસ્ટર્બ કરવા આયોજન કયુ* છે. ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષોથી સત્તા ઉપર છે. લોકોના કામ કરીને વિશ્વાસ જીત્યો નથી. સર્વત્ર ભ્રષ્ટાચાર ફેલાયો છે. આમ આદમી પાર્ટીઍ ગુજરાતની તમામ બેઠકો પર પૂરી તાકાતથી લડવા આયોજન કયુ* છે. આ કારણે ભાજપ ડરી ગયો છે, હતાશ થઈ ગયો છે, ચિંતીત બન્યો છે. ભાજપના વિકલ્પ તરીકે ઉભરી રહેલા આપ સામે ભાજપ હિંસા પર ઉતરી આવ્યો છે.

ગોપાલભાઈઍ જણાવ્યું હતું કે, યુવા ભાજપના લફંગાઅોઍ રાજકોટમાં ‘આપ’ના બેનર ફાડયા છે. હોર્ડિંગ્સમાં તોડફોડ કરી છે. ‘આપ’નો પ્રચાર કરતા કાર્યકરો સાથે મારામારી કરી છે. આવતીકાલે પણ આ લફંગાઅો સભામાં તોડફોડ કરવા કાર્યક્રમ કરી રહ્ના છે. આ મામલે આમ આદમી પાર્ટીઍ પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને કેજરીવાલજી અને ‘આપ’ના કાર્યકરોની પૂરતી સુરક્ષા માટે જાણ કરી છે.

ગોપાલભાઈઍ જણાવ્યું હતું કે, રાજકોટમાં અને જિલ્લામાંથી આપને જબ્બર સમર્થન મળી રહ્નાં છે. સામાજિક અને વિવિધ ક્ષેત્રોના લોકો ફોન કરીને ‘આપ’ને સમર્થન આપે છે. મોટાભાગના લોકો કહે છે કે, ભાજપના ડરથી અમે ખુલ્લે આમ તમારી સાથે નથી આવતા, પરંતુ અમારૂં સમર્થન તમને છે.

ગોપાલભાઈઍ કહ્નાં હતું કે, આપને મળી રહેલા સમર્થનથી ભાજપ ખૂબ જ ડરી ગયો છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી સવારે ઉઠીને બ્રશ કર્યા વગર કેજરીવાલ વિરૂધ્ધ નિવેદનો કરે છે.

ગોપાલભાઈઍ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પંજાબ પોલીસે ભાજપના મોટા લફંગાને પકડયો છે, તે મુદ્દે ગુજરાતના લફંગાઅો વિરોધ કરે છે અને કેજરીવાલની સભાને ડિસ્ટર્બ કરે છે. આવા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જાઈઍ. પત્રકાર પરિષદમાં અગ્રણીઅો ઈન્દ્રનીલ રાજયગુરૂ તથા અન્યો ઉપસ્થિત રહ્ના હતા.

(3:49 pm IST)