રાજકોટ
News of Friday, 11th June 2021

જીમ ખુલ્યા : શરીર સૌષ્ઠવ માટેની કસરતો શરૂ : જીમ સંચાલકો, ઇન્સ્ટ્રકટરો અને સભ્યોના હૈયે હાશકારો

રાજકોટ : કોરોના સંક્રમણને વધતુ અટકાવવા લદાયેલ લોકડાઉનના પગલાના ભાગરૂપે શહેરમાં આવેલ તમામ જીમને તાળા લગાવી દેવાયા હતા. પરંતુ લાંબા સમય બાદ હાલ પરિસ્થિતિ સુધારારૂપ જણાતા સરકાર દ્વારા ધીરે ધીરે બાગ બગીચા, હોટલો, રેસ્ટોરન્ટો સહીતને નિયમ પાલન સાથે ખોલી નાખવામાં આવ્યા છે. ત્યારે જીમને પણ ખોલવા માટેની મંજુરી મળતા અમીન માર્ગ, નાનામવા સર્કલ સહીતના જીમ સંકુલોમાં આજથી ઉત્સાહભેર નવી ચહલ પહલ જોવા મળી હતી. શહેરના મેયર ડો. પ્રદિપભાઇ ડવે પણ પોતાના નિયમિત જીમ સેન્ટરની મુલાકાત લઇ શરીરને શ્રમ આપ્યો હતો. તસ્વીરમાં જીમ ખુલતા જ સર્જાયેલ રોમાંચકતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:10 pm IST)