રાજકોટ
News of Friday, 11th June 2021

રેલનગર વિસ્તારની ટાઉનશીપમાં મ.ન.પા.નાં દરોડાઃ ૬ ફલેટ સીલ

સુભાષચંદ્રબોઝ અને વીર સાવરકર આવાસ યોજનાના કુલ ૭ર૦ આવાસોનું ચેકીંગઃ મુળ માલિક-સિવાયના રહેતા હોવાનું ખુલ્યુ

રાજકોટ તા. ૧૩ :.. મ.ન.પા. દ્વારા રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકર ટાઉનશીપ ખાતે કુલ ૭ર૦ આવાસોના ચેકીંગ દરમ્યાન મુળ માલિક સિવાયના લોકો રહેતા હોવાનું ખુલતા ૬ આવાસ સીલ કરવામાં આવ્યાં  હતાં.

આ અંગે કોર્પોરેશનની  સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા આવાસો ભાડે આપવા અને મુળ માલિક સિવાયના રહેતા માલુમ પડતા આવાસ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં ૪૪૦ આવાસોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી ૬ આવાસોમાં મુળ માલિક સિવાયના રહેતા માલુમ પડતા આ આવાસો સીલ કરવામાં આવેલ છે તેમજ વીર સાવરકર ટાઉનશીપમાં ર૮આવાસોની ચકાસણી કરવામાં આવેલ જયાં કોઇ જ આવાસમાં માલિક સિવાય અન્ય કોઇ રહેતું હોવાનું ધ્યાને આવેલ નથી.

આ કામગીરી મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના થી ડે. કમીશનર એ. આર. સિંહ, મ.ન.પા.ના વિજીલન્સના ડીવાયએસપી શ્રી ઝાલા, માર્ગદર્શન હેઠળ આવાસ શાખાના કર્મચારીઓ, વિજીલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.

(3:53 pm IST)