રાજકોટ
News of Saturday, 11th June 2022

જી. શાહ ડેન્‍ટલ કલીનીકનો રવિવારે મંગલ પ્રારંભ

લાફીંગ ગેસ યુનિટ દ્વારા પેઇનલેસ ડેન્‍ટીસ્‍ટ્રીની ખાસ સુવિધા : ડો. કાંક્ષા જી. શાહના

રાજકોટ તા. ૧૦ : આગામી રવિવાર તા. ૧૨ જૂનના રોજ ડો. કાંક્ષા જી. શાહ (બીડીએસ, એમ.ડી.એસ.)ના જી. શાહ ડેન્‍ટલ કલિનીક (બ્‍લોક નં. ૮, શાકુંતલ સોસાયટી, એસએનકે સ્‍કૂલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ)નો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. અહિં બાળકો અને એડલ્‍ટ્‍સ સહુ માટે દાંતના દર્દો માટેની અદ્યતન સાધનો વડે સારવારો મળી રહેશે. સ્‍વ. ગિરીશભાઇ એ. શાહ અને પ્રતિભાબેન જી. શાહ (આઇએએસ)ના આશિર્વાદ સાથે ડો. કાંક્ષા શાહના આ નવા સોપાનને ડો. નમ્રતા છાજેડ, ડો. કૌશિક છાજેડ, દર્શન શાહ, માયા એસ. શાહ, શશિકાંત ગુલાબચંદ શાહની શુભકામના, બ્‍લેસીંગ્‍સ મળ્‍યા છે.

ડો. કાંક્ષા શાહે કલીનીકલ ડેન્‍ટીસ્‍ટ્રી ક્ષેત્રે ર૦૧૩માં રાજકોટના સીનીયર મોસ્‍ટ ડેન્‍ટલ સર્જન ડો. વિનોદ કણસાગરાના માર્ગદર્શન હેઠળ પદાર્પણ કર્યુ હતું.

ત્‍યાર પછી ર૦૧૪-૧૭ દરમ્‍યાન તેમણે પિડીયાટ્રીક અને પ્રીવેન્‍ટીવ ડેન્‍ટીસ્‍ટ્રીમાં જાણીતા પીડીયાટ્રીક ડેન્‍ટલ સર્જન ડોકટર સપના હેગડેના માર્ગદર્શન હેઠળ પોતાની કલીનીકલ પ્રેકટીસ આગળ વધારી હતી.

ર૦૧૭ થી ડો. કાંક્ષા શાહ વિવિધ ચેરીટેબલ ટ્રસ્‍ટો અને ખાનગી દવાખાનાઓ સાથે રાજકોટ અને ભાવનગરમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. ર૦૧૮માં તેમણે ખાસ બાળકો માટેની ડેન્‍ટલ પ્રેકટીસ સૌરાષ્‍ટ્ર ચીલ્‍ડ્રન હોસ્‍પીટલ ખાતે શરૂ કરી.

ડો. શાહ હવે આ પ્રેકટીસનું વયસ્‍કો માટે પણ વિસ્‍તરણ પોતાની ટીમ સાથે જી.શાહ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી ડેન્‍ટલ કલીનીકસ ફોર કીડસ એન્‍ડ એડલ્‍ટસ ખાતે કરી રહ્યા છે.

ડો. કાંક્ષા શાહ પોતાની સેવાઓ ઓમ શ્રી રામ મંત્ર હોસ્‍પીટલ, પીએનઆર હોસ્‍પીટલ ભાવનગર, સ્‍વામીનારાયણ ગુરૂકુલ હોસ્‍પીટલ રાજકોટ જેવી એનજીઓ અને ચેરીટેબલ સંસ્‍થાઓને આપવાનું ચાલુ જ રાખશે. તેમ જણાવ્‍યું છે.

તેમના નામ સાથે જનરલ એનેસ્‍થેસીયા હેઠળના ૧૦૦ થી વધારે સફળ કેસો જોડાયેલા છે. તેમના પીડીયાટ્રીક ડેન્‍ટીસ્‍ટ્રી અંગેના રિસર્ચ પેપરો આંતરરાષ્‍ટ્રીય જર્નલોમાં પ્રકાશિત પણ થયા છે.

અકિલા પરિવારે ડો. કાંક્ષા જી. શાહના આ નવા સાહસને હૃદયથી શુભેચ્‍છા પાઠવી છે.

જી. શાહ ડેન્‍ટલ કલીનીક

(મો. ૯૦૯૯૯ ૦૮૮૭૩)

drkanksha.shah@gmail.com

બ્‍લોક નં. ૮, શાકુંતલ સોસાયટી, એસ. એન. કે. સ્‍કુલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

લાફીંગ ગેસ યુનિટ દ્વારા પેઇનલેસ

ડેન્‍ટીસ્‍ટ્રી બાળકો અને વયસ્‍કો બન્ને માટે

ડેન્‍ટલ કિલનિકમાં ઉપલબ્‍ધ સારવાર : પેઇનલેસ ડેન્‍ટીસ્‍ટ્રી અંડર ઇન હેલેશનલ કોન્‍સીયસ સેડેશન બાય લાફીંગ ગેસ, સીંગલ સીટીંગ રૂટ કેનાલ ટ્રીટમેન્‍ટ, ફુલમાઉથ રીહેબીવીટેશન ફોર અર્લી ચાઇલ્‍ડ હુડ કેરીઝ, ફલોરાઇડ અને સીલન્‍ટસ જેવી પ્રીવેન્‍ટીવ ટ્રીટમેન્‍ટ, ટુથ કલર્ડ ફીલીંગ્‍સ અને કેપ્‍સ, જનરલ એનસ્‍થેસીયા હેઠળ એકસટેન્‍સીવ પ્રોસીજ

જયારે એડલ્‍ટસ-વયસ્‍કો માટે ઉપલબ્‍ધ સારવાર : પેઇનલેસ ડેન્‍ટીસ્‍ટ્રી અંડર ઇન હેલેશનલ કોન્‍સીયસ સેડેશન બાય લાફીંગ ગેસ, દુખાવા રહીત સીંગલ સીટીંગ રૂટ કેનાલ ટ્રીટમેન્‍ટ, ટુથ કલર્ડ ફીલીંગ્‍સ, ડેન્‍ટલ ક્રાઉનસ એન્‍ડ બ્રીજીઝ, મીસીંગ ટીથ રીપ્‍લેસમેન્‍ટ બાય ડેન્‍ટલ ઇમ્‍પ્‍લાન્‍ટસ, ડેન્‍ચર્સ, બ્રીજીઝ.

ડેન્‍ટલ કોસ્‍મેટીકસ એન્‍ડ સ્‍માઇલ ડીઝાઇનીંગ : ટીથ એલાઇનમેન્‍ટ વીથ બ્રેસીસ એન્‍ડ કલીયર એલાઇનર્સ, ટીથ વ્‍હાઇટનીંગ (બ્‍લીચીંગ), ટુથ જવેલરી

સર્જીકલ ટ્રીટમેન્‍ટ દુખાવા વગર દાંત કાઢવો, ડહાપણની દાઢ કાઢવી, પેઢામાંથી લોહી પડવુ, પાયોરીયાની લેસરથી સારવાર ઉપલબ્ધ બનશે.

(10:51 am IST)