રાજકોટ
News of Thursday, 11th August 2022

વીજ તંત્રે જુલાઇ ૨૧ કરોડની પાવર ચોરી ઝડપી લીધી

જુલાઇમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ ચેકિંગ દરમ્‍યાન કુલ ૬૧,૫૦૦ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ ૭૪૬૬ કનેક્‍શનોમાં ગેરરીતિ ઝડપાઇ

રાજકોટ,તા. ૧૦ : પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ જુલાઈ-૨૦૨૨ માસમાં સૌરાષ્ટ્ર કચ્‍છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્‍યાન આશરે કુલ રૂ. ૨૧ કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ હતી.

વિવિધ ટીમો દ્વારા જુલાઈ-૨૨ માસમાં સૌરાષ્ટ્ર કચ્‍છમાં વીજ ચેકિંગ દરમ્‍યાન કુલ ૬૧૫૦૦ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ ૭૪૬૬ કનેક્‍શનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. જેનો અહેવાલ આ સાથે સામેલ છે. આ વખતે સૌથી વધુ રાજકોટ ગ્રામ્‍યમાં ૨ કરોડ ૫૯ લાખની વીજચોરી ઝડપી લેવાયેલ. જ્‍યારે સૌથી ઓવી ભુજમાં ૪૫ લાખની પકડાઇ હતી. 

(3:20 pm IST)