રાજકોટ
News of Thursday, 11th August 2022

તિરંગા યાત્રા સંદર્ભે સૌરાષ્‍ટ્ર યુનિ.ની બેઠક : મોટી સંખ્‍યામાં જોડાવા અપીલ

રાજકોટ,તા.૧૦ : આઝાદી કા અમળત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત  શહેરમાં તા. ૧૨ના રોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાનાર ‘‘તિરંગા યાત્રા'' સંદર્ભમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની કોલેજોના આચાર્યાે તથા ભવનોના અધ્‍યક્ષોની મીટીંગ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે સેનેટ હોલમા મળેલ હતી.

 આ તિરંગા યાત્રામાં ગુજરાતના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા સાંસદ સભ્‍ય  સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્‍થિત રહેશે. આ તિરંગા યાત્રા તા. ૧૨ના રોજ સવારે ૮:૦૦ કલાકે રેસકોર્સ પાસે બહુમાળી ભવનથી શરૂ થશે.

 આજની મળેલ આચાર્યો તથા ભવનોના અધ્‍યક્ષોની મીટીંગમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી, રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડો. પ્રદિપભાઈ ડવ,  કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મહાનગર પાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમીત અરોરા સાહેબે ઉપસ્‍થિત રહી માનનીય મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તા. ૧૨ ઓગસ્‍ટના રોજ યોજાનાર ૅભવ્‍ય તિરંગા યાત્રૉ ની માહિતી આપેલ હતી અને આ તિરંગા યાત્રામાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યાે,  પ્રાધ્‍યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને ઉપસ્‍થિત રહેવા અપીલ કરી હતી.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ રાષ્‍ટ્રની રક્ષા માટે, રાષ્‍ટ્રની એકતા માટે આ ‘‘તિરંગા યાત્રા''માં સૌ વિદ્યાર્થીઓને ઉમટી પડવા અપીલ કરી હતી. આ મીટીંગમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની કોલેજોના આચાર્યશ્રીઓ તથા ભવનોના અધ્‍યક્ષશ્રીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:29 pm IST)