હેડલાઇટ બંધ થઇ જતાં કાર ડિવાઇડરમાં અથડાઇઃ માતા-પુત્રી સહિત ૩ ઘવાયા
વાંકાનેર પાસે બનાવઃ અમદાવાદથી ગાંધીધામ પુત્રને મળવા જઇ રહેલા ખુશ્બુ બારોટ, તેના માતા અને બહેનપણી ઘવાયાઃ રાજકોટ સારવારમાં
રાજકોટ તા. ૧૧: વાંકાનેરના ચંદ્રપુર નજીક વહેલી સવારે ચારેક વાગ્યે કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં કાર ચાલક અમદાવાદના મહિલા, તેના માતા અને બહેનપણીને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં રહેતાં ખુશ્બૂબેન શંભુભાઇ બારોટ (ઉ.૩૦)નો મોટો પુત્ર ગાંધીધામ હોસ્ટેલમાં રહી ભણતો હોઇ તેને મળવા જવા માટે ગઇકાલે પોતે ચાર વર્ષના દિકરાને પોતાની કારમાં બેસાડીને ગાંધીધામ જવા નીકળ્યા હતાં. સાથે ધોળકા રહેતાં રક્ષાબેનના માતા નિકીતાબેન કમલેશભાઇ ઠક્કર (ઉ.૫૫) અને અમમદાવાદ સરખેજમાં રહેતી બહેનપણી રક્ષાબેન બટુકભાઇ નાયક (ઉ.૨૭) પણ જોડાયા હતાં.
વહેલી સવારે ચારેક વાગ્યે કાર વાંકાનેરના ચંદ્રપુર નજીક પહોંચી ત્યારે એકાએક હેડલાઇટ બંધ થઇ જતાં ખુશ્બૂબેને કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં ત્રણેયને ઇજાઓ થતાં. બાળકનો બચાવ થયોહ તો. સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.