રાજકોટ
News of Thursday, 11th August 2022

બોગસ ડીગ્રી સર્ટીફીકેટ બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીના જામીન મંજુર કરતી સેશન્‍સ કોર્ટ

રાજકોટઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના મુખ્‍ય આરોપી- માસ્‍ટર માઈન્‍ડ જયંતિલાલ લાલજીભાઈ સુદાણીએ રાજકોટમાં SEIT એજયુકેશનની રાજકોટ ખાતેની ઓફીસમાં વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરાવ્‍યા વગર અલગ અલગ કોર્ષના બનાવટી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ બનાવી આર્થિક લાભ મેળવવા સારૂં છે તેનો ખરા તરીકે ઉપયોગ કરાવી ઠગાઈ અને છેતરપીંડી કરેલ.

જે સંદર્ભે રાજકોટ ડીસ્‍ટ્રીકટ ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડી મુખ્‍ય આરોપી  વિરૂધ્‍ધ આઈ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ મુજનો ગુન્‍હો નોંધી યોગ્‍ય તપાસ હાથ ધરેલ. તપાસમાં મુખ્‍ય આરોપીની ઓફીસની ફાઈલમાંથી હાલના આરોપી- વિદ્યાર્થી સામતભા માણેકનું નામ ખુલેલ હતું. જેથી ડી.સી.બી. પોલીસે હાલના આરોપીની અટક કરેલ. સામતભા માણેક તરફે વિદ્વાન વકીલ શ્રી વિવેક સાતા દ્વારા જામીન અરજી દાખલ કરી, કોર્ટ સમક્ષ દલીલ કરી પુરાવાઓ રજુ કરાયેલા. નામ. સેશન્‍સ કોર્ટે  એડવોકેટ વિવેક સાતાની દલીલો અને પુરાવાઓ ધ્‍યાને લઈ વિદ્યાર્થી- આરોપીને રૂા.૨૦,૦૦૦ના જાતમુચરકાના જમીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

અરજદાર/ આરોપી તરફે યુવા એડવોકેટ વિવેક સાતા તેમજ નિધિ સાતા રોકાયેલા હતા.

(10:58 am IST)