રાજકોટ
News of Thursday, 11th August 2022

પડવલામાં પ્રેમલગ્ન કરનાર યુવકને મોતને ઘાટ ઉતારી તેની પત્‍નીનું અપહરણ કરનાર ૩ શખ્‍સો પોલીસના સકંજામાં

શાપર-વેરાવળ પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ હત્‍યા અને અપહરણ કરનાર સીનો વાલા, રાદેવ માલાણી તથા વિહળ માલાણીને મોડી રાત્રે દબોચી લઇ અપહૃત પરિણીતાને મુકત કરાવી.

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર યુવકનો મૃતદેહ અને મૃતક યુવકના પિતા નજરે પડે છે. (તસ્‍વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ, તા., ૧૧: શાપર-વેરાવળના  પડવલા જીઆઇડીસીમાં પ્રેમલગ્ન કરનાર પરપ્રાંતીય યુવકની હત્‍યા કરી તેની પત્‍નીનું અપહરણ કરનાર ૩ શખ્‍સોને મોડી રાત્રે શાપર-વેરાવળ પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધા છે.

 પ્રાપ્ત વિગતો મુજબ પડવલા જીઆઇડીસીમાં ખોડીયાર બોરવેલ કારખાનામાં  રહેતા અરૂણભાઇ  ગોયેલના  ઘરે સીનો વિભાભાઇ વાલા, રાદેવ જેહળભાઇ માલાણી તથા વિહળ આલાભાઇ માલાણીએ કારમાં આવી  લાકડાના ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ અરૂણભાઇના પુત્ર પિયુષ ઉર્ફે લાલો ઉપર જીવલેણ હુમલો કરી મોતને

(11:58 am IST)