રાજકોટ
News of Thursday, 11th August 2022

લવ મેરેજ કરનાર વૈંશાલીના ઘરે આવી મોટી બહેન ભારતીની ધમાલ

વૈશાલીના પતિ સાથે ઝપાઝપી : ભારતીની પણ ગૌતમ દાફડા વિરૂધ્‍ધ ફરિયાદ : કણકોટનો બનાવ

રાજકોટ, તા. ૧૧ :  કણકોટ ગામમાં લવમેરેજ કરનાર પરિણીતાના ઘરે આવી તેની મોટી બહેને ધમાલ મચાવી તેના પતિ સાથે ઝપાઝપી કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કણકોટ ગામમાં ડીલક્ષ પાનવાળી શેરીમાં રહેતી વૈશાલી ગૌતમ દાફડા (ઉ.વ.ર૦) એ તાલુકા પોલીસ મથકરમાં સગી મોટી બહેન ભારતી સામે ફરીયાદ નોંધાવી છે. વૈશાલીબેને ફરીયાદમાં જણાવ્‍યા મુજબ પોતે બે મહિના પહેલા ગૌતમ દાફડા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદ બંને કણકોટ ગામમાં રહેતા હતા. ગઇકાલે પોતે પરિવાર સાથે ખરીદી કરવા ગઇ હતી પતિ ગૌતમ હતો ત્‍યારે પોતાની મોટી બહેન ભારતી ઘરે આવી મારી બહેનને ગમે તેમ કરી હાજર કર તેમ કહી ઝઘડો ગાળો આપી ઝપાઝપી કરતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા તે જતી રહી હતી.

જયારે સામા પક્ષે ભારતી રામજીભાઇ ડાભીએ ગૌતમ દાફડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતુ઼કે, પોતાની બહેન વૈશાલીએ ગૌતમ દાફડા સાથે કોર્ટ મેરેજ કરેલ હોઇ, જેથી પોતે તેના ઘરે બહેન વૈશાલીની તપાસ કરવા જતા ગૌતમ જોઇ જતા તે મોટે મોટેથી ગાળો બોલી ઝઘડો કર્યો હતા. આ બનાવમાં તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી હેડ કોન્‍સ. જે.એમ. ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી.

(3:43 pm IST)