News of Thursday, 11th August 2022
અજર, અમર, ઉજજવળ બહેનની રાખડી છે
એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે,
અજર, અમર, ઉજજવળ બહેનની રાખડી છે,
ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન,
આ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે,
રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરો,
ત્રિદેવ, ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે,
સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્વરક્ષાા જન્મોજન્મનાં સંબંધોની અકબંધ આ કડી છે,
કશું ય ન આપી શકો તો બહેનને આપજો પ્રેમ ભાઈનાં આવકારની જ ભૂખી તેની આંખડી છે,
સગી ના હોય તો માનેલીને સગી જ માનજો,
સતરસો જન્મની પુણ્ય પ્રસાદી આ વ્હાલુંડી છે,
સદાચારી બની બહેનને દયો રક્ષાબંધનની ભેટ કહો, પત્ની સિવાયનાં સૌ મા- બહેન- દીકરી છે.
મિતલ ખેતાણી,
મો.૯૮૨૪૨ ૨૧૯૯૯,
કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો'માંથી
(3:49 pm IST)