રાજકોટ
News of Thursday, 11th August 2022

રાજગરા ભાખરી-તેલ-ચટણીના ૬ નમુના લેવાયા : ૮ વેપારીને નોટીસ

૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલ, કોઠારીયા રોડ, વાણીયાવાડી રોડ, સહકારનગર, ગાયત્રીનગર વિસ્‍તારમાં ર૭ ધંધાર્થીઓને ત્‍યાં મનપાની ફૂડ શાખા દ્વારા ચેકીંગ

રાજકોટ, તા. ૧૧ :  મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓનું નિયમિત ચેકીંગ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને ફરાળી આઇટમો વેંચતા ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ, નમૂના લેવા તથા હાઇજેનીક અને લાઇસન્‍સ અંગે નોટીસ પણ આપવામાં આવી રહી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને ૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ, વાણિયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ, ગાયત્રીનગર વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ર૭ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી દરમિયાન ૮ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસો આપવામાં આવેલ. તેમજ વેચાણ થતી સિલ્‍વર ફોઇલવાળી મીઠાઇ, કાજુ કતરી, પેંડા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ રર નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) કટક બટક રાજગરા ભાખરી, પ્‍યોર ફરાળી (ર૦૦ ગ્રામ પેકડ) ભગવતી સ્‍વીટ એન્‍ડ નમકીન -સદગુરૂ તીર્થધામ સામે, રૈયા રોડમાંથી (ર) રાજમોતી ફિલટર્ડ ગ્રાઉન્‍ડ ઓઇલ (૧પ કિલો પેકડ ટીમાંથી) રાજમોતી ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ-ભાવનગર રોડ ત્‍યાંની (૩) રાજમોતી રિફાઇન્‍ડ કોટન સીડ ઓઇલ (૧પ પેકડ ટીનમાંથી) રાજમોતી રિફાઇન્‍ડ કોટન સીડ ઓઇલ (૪) કિશાન બ્રાન્‍ડ ડબલ ફિલ્‍ટર સીંગેલ (૧પ કિ.લો પેકડ ટીનમાંથી) મહેન્‍દ્ર ઓઇલ મિલ ટાગોર રોડમાંથી, (પ) રોયલ રિફાઇન્‍ડ કોટન સીડ ઓઇલ (૧પ કિલો પેકડ ટીનમાંથી) ઉમિયાજી ઓઇલ મિલ -કોઠારીયા રોડ તથા (૬) શ્રી રામ લીલી ચટણી (લુઝ) પુષ્‍કરધામ મેઇન રોડ ખાતેથી ૬ નમૂના લોવમાં આવ્‍યા છે.

(4:27 pm IST)