રાજકોટ
News of Thursday, 11th August 2022

હિન્‍દુ - મુસ્‍લિમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન

રાજકોટઃ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારીની સંયુકત યાદીમાં જણાવાયું કે, શહીદો અને કરબલાની યાદમાં મહામંત્રી એઝાઝબાપુ બુખારીની સંયુકત યાદીમાં જણાવાયું કે, શહીદો અને કરબલાની યાદમાં બનતા તાજીયા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિતે હિન્‍દુ-મુસ્‍લીમ સમાજ દ્વારા કલાત્‍મક તાજીયા, ન્‍યાજે હુસેન છબીલ, હુસૈની મહેફીલ તકરીર અને ચોક-ચોક આમ ન્‍યાજના કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. હિન્‍દુ-મુસ્‍લીમ સમાજે હાજરી આપી રાજકોટની એકતામાં પોતાનો સુર પુરાવેલ હતો.

રાજકોટ શહેરના કોમી એકતા હિમાયતી અને ઝાબાંજ પોલીસ કમિશ્નર શ્રીરાજુ ભાર્ગવને મોમેન્‍ટો આપી તથા પોલીસ તંત્રનું સન્‍માન કરવામા-ં આવેલ. આ તકે પો.કમિશ્નરશ્રી રાજુભાઇ ભાર્ગવે જણાવ્‍યુ હતું કે સૌરાષ્‍ટ્રનું પાટનગર રંગીલુ રાજકઁોટ ખરેખર કોમીએકતાની મીશાલ છે.રાજકોટમાં હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરો ભાઇચારાથી રહે છે તે કાબીલે તારીફ છે. અને આ કોમીએખલાસ અને ભાઇચારો કાયમ રહે અને વધુ બળવતર બને તે માટે અભ્‍યર્થના વ્‍યકત કરી આયોજનકોને અભિનંદન પાઠવેલ હતા.

આ પ્રસંગે સ્‍પે. સી.પી.શ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ઝોન-૨ શ્રી સુધીર દેસાઇ, ડીસીપી ક્રાઇમ શ્રીપાર્થરાજસિંહ ગોહેલ, એસીપી શ્રી પી.કે.દિયોરા, એસીપી શ્રી મલહોત્રા, પ્ર.નગર પી.આઇ. શ્રી ખુમાનસિંહ ઁવાળા, ગાંધીગ્રામ પી.આઇે શ્રી હડીયા વગેરેએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી, ડો હેમાંગ વસાવડા સાહેબ, યુસુફભાઇ સોપારીવાલા, રજાકભાઇ કારીયાણીયા, હાજી હુસેનભાઇ માંડરીયા, હાજી આમદભાઇ જીંદાણી, મહેબુબભાઇ બેલીમ, પરવેજભાઇ કુરેશી, ઇકબાલબાપુ બુખારી, અબ્‍દુલગફાર કુરેશી, શબ્‍બીરભાઇ કુવાડીયા, જુનેદભાઇ કચરા, રીઝવાનભાઇ કુરેશી, અકીબભાઇ મામટી, મેરાજભાઇ વીધાણી, ઇકબાલભાઇ ચૌહાણ, યુસુફભાઇ મકરાણી, રફીકભાઇ દલનાણી, યુનુસભાઇ કટારીયા, નરેશભાઇ મકવાણા, સંજયભાઇ પાટડીયા, એસાનભાઇ ચૌહાણ, લોઇડભાઇ દલવાણી, મહેબુબભાઇ બેલીમ અર્શબાપુ બુખારી વગેરે જહેમત ઉઠાવી હતી.

(4:36 pm IST)