રાજકોટ
News of Thursday, 11th August 2022

કાલે તિરંગા યાત્રાના રૃટ પર તમામ વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી યોજાનાર કાર્યક્રમ માટે શહેર પોલીસનું આયોજન

રાજકોટ તા. ૧૨: આવતીકાલે શહેરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાનાર હોઇ આ માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકારના વાહનો માટે તિરંગા યાત્રાના રૃટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે તેમજ આ રૃટને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આવતી કાલે સવારે ૮ થી ૧૦:૩૦ સુધી તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૃ થઇ યાજ્ઞિક રોડથી રાષ્ટ્રીયાળા ખાતે પૂર્ણ થનાર હાઇ અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે જે જે રસ્તા પર પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેની વિગત આ મુબજ છે.

પોલીસ હેડ કવાર્ટર સર્કલ થી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોકથી યાનીક રોડ, હરીભાઇ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવીયા ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહની માટે પ્રવેશ બંધ અને નો-ર્પાકિંગ (તીરંગા યાત્રામાં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવેલ છે.

પોલીસ હેડ કવાર્ટરથી બહુમાળી ભવન ચૌક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરવામાં આવે છે અને તમામ વાહનો જૂના એન સી.સી ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોેઈ માર્ગથી  ટ્રાફિક શાખા તરફથી જઈ શકશે. ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જઇ શકાશે નહિતમામ વાહનો શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ કવાર્ટર સર્કલ તરફથી જઈ શકશે. સરકીટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડથી ગેલેકસી ૧૨ માળ બિલ્ડીંગ તરફ પ્રવેશબંધી રહેશે, તમામ વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ કવાર્ટર સર્કલ તરફથી જઈ શકશે.  ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક તરફ જઇ શકાશે નહિ, તમામ વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રીફરોડથી ટ્રાફિક શાખા પોલીસ હેડ કવાર્ટર સર્કલ થી જઈ શકશે.  કિશાનપરા ચૌકથી જીલ્લા પંચાયત ચોક/ફુલછાબ ચોક તરફ જઇ શકાશે નહિ, આ માટે તમામ વાહનો મેયર બંગલાથી જુની એન.સી.સી ચૌક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, ટ્રાફિક શાખાથી શ્રોફ રોડથી જઈ શકશે.

ભીલવાસ ચોકથી યાજ્ઞિકરોડ તરફ વાહનો જઇ શકશે નહિતમામ વાહનો ફુલછાબ ચોક, ચાણકય બિલ્ડીંગ ચોક, શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ કવાર્ટર સર્કલ તરફથી જઈ શકશે તથા મોટીટાંકી ચોક, લીમડા ચોક, માલવીયા ચોક ગોડલ રોડથી લોધાવાડ ચોક, મંગળારોડથી ટાગોર રોડ મહીલા અંડર બ્રીજ તરફ જઈ શકાશે. મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ રહેશે. તમામ વાહનો મહીલા કોલેજ અંડર બ્રીજથી ટાગોર રોડ તરફ જઈ શકશે.  એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ ટી પોઇન્ટ તરફ વાહનો જઇ શકાશે નહિ.  આ વાહનો વિરાણી ચોકથી ટાગોર રોડ લેલન ટી પોઇન્ટથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક, ત્રીકોણબાગ તરફ જઈ શકશે. રાજમંદિર ફાસ્ટ ફૂડ ચોકથી ડો. દસ્તુર માર્ગ યાજ્ઞિકરોડ ટી પોઇન્ટ  તરફ વાહનો જઇ શકશે નહિ.

આ રીતે યાજ્ઞિક રોડ પર પશ્ચિમ તરફની શેરીઓ, ભારત ફાસ્ટ ફૂડથી વિરાણી ચોકથી હરિભાઇ હોલ તરફ જવાનાર સ્તા, મોટી ટાંકી ચોકથી જીમખાના રોડથી રાડીયા બંગલા તરફ જવા માટેના રસ્તા બંધ રહેશે. વિદ્યાનગર મેઇન રોડ જસાણી કોલેજથી રાડીયા ચોક તરફ જઇ શકાશે નહિ. તેમજ વિદ્યાનગરથી રાષ્ટ્રીય શાળા તરફ પણ જઇ શકાશે નહિ.

તિરંગા યાત્રામાં સામેલ થનાર કોલેજના છાત્રો જે બસોમાં આવશે તેના માટે પણ અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ હેડકવાર્ટર સર્કલથી બહુમાળી ચોક, જીલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ, હરિભાઇ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવીયા ચોક સુધીના રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોનમાં રહેશે. યાત્રામાં જોડાયેલા અને સરકારી વાહનોને આ નિયમ લાગુ પડશે નહિ.

ટુવ્હીલર માટે નહેરૃ ઉદ્યાન બાલભવન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર અને રેસકોર્ષ મેળા ગ્રાઉન્ડમાં તથા ફોર વ્હીલર માટે બહુમાળી ભવનના પાર્કિંગ અને રસકોર્ષના એથલેટીકસ આસપાસ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. તેમજ ગ્રાઉન્ડ ફુલ થયા બાદ વાહનોને ચોૈધરી હાઇસ્કૂલ મેદાનમાં પાર્ક કરવાના રહેશે. તેમ એસીપી ટ્રાફિક વી.આર. મલ્હોત્રાની યાદીમાં જણાવાયું છે. 

(4:36 pm IST)