રાજકોટ
News of Thursday, 11th August 2022

ત્રિકોણબાગ ખાદી-ગ્રામો ભવનમાં પાંચ લાખ ધ્‍વજનું વેચાણ

રાજકોટઃ ચાલુ વર્ષે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ અમૃત મહોત્‍સવની ઉજવણીન ભાગરૂપે આ વર્ષે કેન્‍દ્ર સરકારે ‘‘ હર ઘર તિરંગા'' અભિયાનનું આયોજન કર્યુ છે તેનો લોકો ખુબજ ઉત્‍સાહપૂર્વક રાષ્‍ટ્રધ્‍વજની ખરીદી કરે છે. છેલ્લા આઠ દિવસમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન-ત્રિકોણબાગમાં ૫ લાખ ઉપરના ખાદીના રાષ્‍ટ્રધ્‍વજનું વેચાણ થયુ છે. અને હજુ આ વેચાણ આગામી ત્રણ-ચાર દિવસોમાં ખુબ વધારે થશે તેમ ખાદીભવન-ત્રિકોણબાગના મેનેજર શ્રી જીતેન્‍દ્રભાઇ શુકલએ જણાવ્‍યુ છે. દર વર્ષ ૧ થી૨ લાખના રાષ્‍ટ્રધ્‍વજ સરકારી કચેરી, શાળા કોલેજો જ રાષ્‍ટ્રધ્‍વજની ખરીદી કરતા પરંતુ ચાલુ વર્ષે આઝાદીના અમૃત મહોત્‍સવ હોય લોકો ઘરે, પોતાના ફલેટ, બિલ્‍ડીંગ, ઓફિસ વગેરેમાં ખુબ જ ઉત્‍સાહપૂર્વક રાષ્‍ટ્રધ્‍વજ લઇ જાય છે. અને પોતાનો રાષ્‍ટ્રપ્રેમ દર્શાવે છે. આ ખાદીના રાષ્‍ટ્રધ્‍વજ કર્ણાટક હુબલી શહેરમાંથી બનીને આવે છે.

અહિ બધી સાઇઝના ૪×૬, ૩×૪ાા × ૩×ર તથા પોતાની ઓફિસના ટેબલ માટે સ્‍ટન્‍ડ વાળા પણ રાષ્‍ટ્રધ્‍વજ છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે આ ખાદીના રાષ્‍ટ્રધ્‍વજનું અત્‍યારે સુધીજ પાંચ ગણુ વેચાણ થયુ છે તેમ જણાવ્‍યુ છે.

(4:36 pm IST)