રાજકોટ
News of Thursday, 11th August 2022

કાલની તિરંગા યાત્રામાં સી. આર. પાટીલ પણ આવે છે : યાત્રા બાદ ગૃહમંત્રીના હસ્તે ૨૫ પરીવારોને ભારતનું નાગરિકત્વ અપાશે

યાત્રામાં ૧૦૦ સંસ્થા સહિત ૧ લાખ લોકો જોડાશે : એકસાઇડ કંપની દ્વારા ૨૦૦ ફુટનો લાંબો તિરંગો ખાસ આકર્ષણ

રાજકોટ તા. ૧૧ : રાજકોટમાં આવતીકાલે આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી - ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ૧ લાખ લોકોની ૨ કિમીના રૃટવાળી ભવ્ય તિરંગા યોજાશે.

આ યાત્રામાં જોડાવા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ આવતીકાલે ખાસ રાજકોટ આવી રહ્યાનું સાધનોએ ઉમેર્યું હતું, આ ઉપરાંત યાત્રામાં ૧૦૦ સંસ્થા સહિત ૧ લાખ લોકો જોડાશે, ખાસ કરીને મુખ્ય આકર્ષણ એકસાઇડ કંપની દ્વારા ૨૦૦ ફૂટનો તિરંગો રહેશે.

યાત્રાના સમાપન બાદ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પરત ગાંધીનગર જશે, પરંતુ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી રોકાશે. યાત્રા બાદ તેઓ કલેકટર કચેરી ખાતે આવશે જ્યાં કલેકટર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ યોજશે. આ પછી પાકિસ્તાનથી ભારત - રાજકોટમાં ૭ વર્ષ કે તેથી વધુ વર્ષોથી રહેતા ૨૫ હિંદુ નાગરિકોને ગૃહમંત્રીના હસ્તે ભારતનું નાગરિકત્વનો એવોર્ડ સર્ટીફિકેટ અપાશે, તે ઉપરાંત અગાઉ જેમને નાગરિકત્વ અપાયું છે, તે તમામ પરિવાર - લોકો સાથે ગૃહમંત્રી ખાસ મુલાકાત કરશે.(

(4:41 pm IST)