રાજકોટ
News of Thursday, 11th August 2022

ભાજપના સંનિષ્‍ઠ-પીઢ આગેવાન નટુભાઇએ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલને આપી શુભેચ્‍છા !

રાજકોટઃ ભાજપના શુન્‍યકાળથી સુવર્ણ કાળના સાક્ષી એવા સંનિષ્‍ઠ અને પીઢ આગેવાન નટુભાઇ ચાવડાએ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલને તેમના જન્‍મદિવસે પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છા પાઠવી હતી. ચીમનભાઇ શુકલ, વજુભાઇ વાળા જેવા રાજકોટ ભાજપના પાયાના પથ્‍થરો સાથે દાયકાઓથી નિષ્‍ઠાપુર્વક પક્ષના એજન્‍ડા પ્રમાણે કામ કરતા આવેલા નટુભાઇ ચાવડા જેવા અનેક આગેવાનો પક્ષની નિતિરિતિઓ સાક્ષી ભાવે આજ સુધી નિહાળી રહયા છે.

(5:04 pm IST)