રાજકોટ
News of Monday, 11th October 2021

શિક્ષણમાં ક્રાંતિ લાવનારી ફિલ્મ 'ટેક ઇટ ઇઝી'

બાળકો અને વાલીઓ એક વખત આ ફિલ્મ જરૂર નિહાળે, ચાર એવોર્ડ પણ મળ્યા, દશેરાએ ફરી રી-રિલીઝ : ધર્મેશ વ્યાસ

રાજકોટ : જીવનમાં શિક્ષણ જરૂરી છે પરંતુ હાલના સમયમાં એક સ્પર્ધા બની ગઈ છે. વધુ માકર્સ મેળવવાની લાલચે વાલીઓ પોતાના સંતાનોને અભ્યાસ મામલે ખૂબ પ્રેશર કરતા હોય છે ત્યારે આ વિષય ઉપર ફિલ્મ બની હતી જેનું નામ છે 'યારો સમઝા કરો.'

  આ ફિલ્મ રાજકોટના સિનેમાઘરોમાં દશેરાએ રી-રિલીઝ થઈ રહી છે. આ અંગે ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં ફિલ્મના નિર્માતા શ્રી ધર્મેશ પંડિતે જણાવ્યું હતું કે ખાસ કરીને વાલીઓને આ ફિલ્મ નિહાળવી જરૂરી છે. સમાજમાં જાગૃતિ લાવનારી ફિલ્મ છે. ફિલ્મને ત્રણ થી ચાર એવોર્ડ પણ મળેલા છે.

 ફિલ્મના લેખક અને ડાયરેકટર શ્રી સુનિલ પ્રેમ વ્યાસે જણાવેલ કે ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. તે સમયે અમીર ખાનની ફિલ્મ 'પીકે' એ ધૂમ મચાવી દીધી હતી. જેથી આ ફિલ્મને વધુ રિસ્પોન્સ મળ્યો ન હતો. હવે આ ફિલ્મ ડશેરાએ ફરીથી રી-રિલીઝ થવા જઈ રહી છે. આશા છે કે દર્શકોનો પ્રેમ જરૂર મળશે.

ફિલ્મનો કલાઈમેકસ ખૂબ મહત્વ ધરાવે છે. જ્યારે અંતિમ સ્પર્ધાના આયોજનમાં એક રોમાંચક મુકાબલામાં ગરીબ બાળકને પ્રથમ રેસમાં ઇજાની પીડા નીચે પાડી દે છે તો શ્રીમંત બાળક તેને ખભા પર ઉંચકીને દોડે છે અને બધા જ બાળકો જાણી જોઈને એકસાથે વિજય રેખા પાર કરે છે, જાણે કે તેઓ બધા જ પ્રથમ આવ્યા છે. હવે બધી જ હરીફાઈ દોસ્તીમાં બદલાઈ ગઈ છે અને બધા જ અવાચક ઉભા છે. આ દૃશ્યને દિગ્દર્શકે એટલી ઉત્તેજના સાથે બનાવ્યુ છે, જેવું દિલીપકુમારે 'ગંગા જમુના'માં કબડ્ડીના દૃશ્યને બનાવ્યુ હતું કે 'બેનહર'ની ચેરીયટ રેસમાં આપણે જોયુ હતું.

આ ફિલ્મમાં રજૂ કરાયેલા બાળકો પોતાની સ્વાભાવિક ચંચળતાથી તમામ વયસ્કો અને માતા-પિતાને આકરો જવાબ આપે છે. કદાચ એટલા માટે જ ટાઈટલના નીચે લખ્યુ છે 'યારો સમજા કરો'. હકીકતમાં  આ ફિલ્મ પોતાની સપાટીની નીચે અનેક અર્થ લઈને ચાલે છે, પરંતુ મનોરંજનમાં કયાંય ઘટાડો થયો નથી. બજારે મધ્યમ અને ગરીબ વર્ગને પોતાની આવકના દાયરામાં વિલાસી બનાવી દીધો છે. આથી ક્રાંતિની સંભાવના સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ શ્રીમંતોને પોતાની જ સુરક્ષા માટે ગરીબી, બીમારી અને ગંદકી દૂર કરવી પડશે. કેમ કે ગરીબોની વસતીમાં ફેલાયેલા ચેપી રોગના જીવાણુ આરસના મહેલોમાં પ્રવેશી શકે છે અને તમારા સુરક્ષા ગાર્ડ તેમને પોલીસની જેમ લાંચ આપીને રોકી શકશે નહિં. આ ફિલ્મમાં શ્રીમંત બાળકનું ગરીબ બાળકને ખભે ઉંચકીને દોડવુ ઘણો બધો અર્થ ધરાવે છે.

તસ્વીરમાં ફિલ્મના નિર્માતા ધર્મેશ વસંત, લેખક - ડાયરેકટર સુનિલ પ્રેમ વ્યાસ અને બાળ કલાકાર નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:46 pm IST)