રાજકોટ
News of Monday, 12th April 2021

રાજકોટમાં નાણાવટી ચોક જાસલ કોમ્પ્લેક્સમાં 36 વિદ્યાર્થીઓ ભેગા કરી ક્લાસીસ ચલાવતા સંચાલક પકડાયો: ગાંધીગ્રામ પોલીસે મૌલિક ગોંધિયા સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

રાજકોટઃ ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં આવેલા જાસલ કોમ્પ્લેક્સમાં પીએસઆઈ ડી.ટી.બુડાસણા સાહિતે ક્લાસિસમાં દરોડો પાડી આઇ.પી.સી. કલમ-269 તથા જી , પી. એકટ 135 મુજબ ગુનો નોંદ્યો છે. પોલીસે ક્લાસીસ સંચાલક મૌલીક અશોકભાઇ ગોંધિયા ઉ.વ.૪૦ રહે. જગન્નાથ પ્લોટ-૧ મનોહર મકાન રાજકોટ સામે જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો નોંધી ધરપકડની કાર્યવહી કરી છે.

હાલમા નોવેલ કોરોના વાયરસને હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોય જેનો ફેલાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેમાં જાહેરમાં તેમજ મુસાફરી દરમ્યાન ફરજીયાત માસ્ક પહેરી રાખવું તેમજ જાહેર સ્થળોએ સામાજીક અંતર જાળવાવું અને ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ હોય તેમ છતા મજકુ૨ ઇસમએ પોતાનું કલાસીસ ચાલુ રાખી તેમાં ૩૫ વિધાથીઓ ભેગા કરી સોસ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી મળી આવતા અને કોરોના વાયરસ ચેપી રોગ હોઇ આ રોગના ચેપના કારણે માનવની જીંદગી પણ જોખમમાં મુકાશે તેમ હોય તેમ છતા મજકુર ઇસમ બેદરકારી પૂર્વક કોઇ વાજબી કારણ વગર પોતાના કલાસીસની ""આઇસીઇ"માં વધારે વિધ્યાર્થીઓ ભેગા કરી કલાસીસમાં સેનીટાઇઝર નહી રાખી વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવી બેદરકારી રાખી પોલીસ કમિશનરશ્રીના જાહેર નામાનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસને માહિતી મળતા  તેના આધારે નાણાવટી ચોક પાસે આવેલ જાસલ કોપ્લેક્ષમાં પહેલા માળે ICE નામના ક્લાસિસમાં પહોંચી કાર્યવાહી કરવામાં આવી છે. 

(9:20 am IST)