રાજકોટ
News of Monday, 12th April 2021

પડધરી નજીક ૧૨.૯૧ લાખના દારૂ-બીયર સાથે આઇસર પકડાયુ

રૂરલ એલ.સી.બી. ના પીઆઇ એ.આર.ગોહીલની બાતમીઃ રાજસ્થાનનો ચાલક ઉદારામ સારણની ધરપકડ

રાજકોટ,તા. ૧૨: પડધરી નજીક વણપરી ટોલનાકા પાસે રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે રૂ.૧૨.૯૧ લાખ દારૂ-બીયર ભરેલા આઇસર ટ્રક સાથે રાજસ્થાન શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પડધરી નજીક દારૂનો જથ્થો ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની રૂરલ એલસીબીના પીઆઇ એ.આર.ગોહીલને બાતમી મળતા રેન્જ આઇજી શ્રી સંદિપસિંહ અને ઇન્ચાર્જ રૂરલ એસ.પી. સાગર બાગમારની સુચનાથી એલસીબીના પીઆઇ એ.એસ.આર ગોહીલ પીએસઆઇ વી.એમ.કોલાદશા તથા હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ અમીતસિંહ જાડેજા, કોન્સ રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, કોન્સ. જયપાલસિંહ, દિલીપસિંહ સહિત પડધરી પાસે વોચમાં હતા. ત્યારે વણપરી ટોલનાકા પાસેથી પસાર થતા જીજે૧૮એએકસ૬૨૬૬ નંબરના આઇસરને શંકાના આધારે રોફી તલાશી લેતા આઇસરમાંથી રૂ.૧૨,૨૪,૦૦૦ની કિંમતની દારૂની ૪૦૮૦ બોટલ તથા રૂ.૬૭,૨૦૦ની કિંમતના બીયરના ટીન મળી આવતા પોલીસે આઇસરના ચાલક ઉદારામ માગીલાલ સાસણ (બીશ્નોઇ) (ઉવ.૨૩) (રહે. સારનો કી ઢાણી, પરાવા, તા. મીતલવાના, રાજસ્થાન)ને પકડી લીધો હતો. દારૂ -બીયરનો જથ્થો મહારાષ્ટ્ર તરફથી લઇ આવ્યો હોવાનું જાણવા મળે છે અને આઇસર ચાલક દારૂ-બીયરનો જથ્થો કોને પહોંચાડવાનો હતો. તે અંગે પુછપરછ હાથ ધરી છે.

(3:19 pm IST)