રાજકોટ
News of Monday, 12th April 2021

ઓ..હો...હો... અંતિમવિધી માટે રાહ જોતા મોટી સંખ્‍યામાં મૃતદેહો !

રાજકોટઃ રાજકોટમાં કોરોના વાયરસ બેફામ બન્‍યો છે અને સ્‍થિતિ વધુ ને વધુ વિકરાળ બની રહી છે. રોજેરોજ કેસ અને મૃત્‍યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં જે રીતે મૃત્‍યુ થઇ રહ્યા છે તે જોતા સ્‍મશાનોમાં અંતિમવિધી માટે લાઇનો લાગી છે. એવુ કહેવાય છે કે, રાજકોટમાં વિવિધ હોસ્‍પિટલોમાં મોટી સંખ્‍યામાં મૃતદેહો અંતિમવિધી માટે લાઇનમાં છે. બે દિવસ પહેલા કોઇનું મૃત્‍યુ થયુ હોય તો હજુ તેઓના સગા-વ્‍હાલાઓને મૃતદેહ સોંપવામાં આવ્‍યા નથી તેવી ફરિયાદી ઉઠી છે. રોજના ૪૦થી ૪૫ લોકોને કોરોના ભરખી રહ્યો છે. જે રીતે કોરોના ઉપાડો લ્‍યે છે તે જોતા રાજકોટના સ્‍મશાનો પણ ટૂંકા પડી રહ્યા છે. સ્‍મશાનોમાં દિવસ-રાત અંતિમવિધી થઇ રહી છે છતાં હજુ મોટી સંખ્‍યામાં જેટલા મૃતદેહો લાઇનમાં હોવાનું ચચાઈ રહ્યુ છે

(3:35 pm IST)