રાજકોટ
News of Monday, 12th April 2021

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ભુલા પડેલા વૃદ્ધાને પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ

રાજકોટઃ ગ્રીનલેન્‍ડ ચોકડી ગાયત્રી સોસાયટીમાં કોઇ અજાણ્‍યા વૃદ્ધા સોસાયટીમાં ચારેક કલાકથી આવેલ છે ભુલા પળી ગયેલ હોવાનો જાગૃત નાગરીક દ્વારા) ૧૮૧ પર કોલ આવતા  બી.ડીવીઝન પોલીસ સ્‍ટેશનની ૧૮૧ની  ટીમના  કાઉન્‍સેલર કૃપાલીબેન ત્રીવેદી, કોન્‍સ. કોકીલાબેન દાફળા, પાઇલોટ કૌશિકભાઇ સહિત સરનામે ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારમાં પહોંચી વૃધ્‍ધાનું કાઉન્‍સેલિંગ કરતા તેઓ ગંગાબેન નામ જણાવતા હોયને પાટણમાં રહું છું વૃદ્ધાવસ્‍થાના લિધે બધું જતા હોય ત્‍યારબાદ દોઢેક કલાક કાઉન્‍સેલિંગ કરતા વૃદ્ધા તેમના પાંચ દિકરા છ.ે અને તેઓ કરતબ નાકા પાટણ સોમનાથ રહે છે જેથી ૧૮૧ ટીમ દ્વારા પાટણ પોલીસનો ટેલીફોનીક સંપર્ક કરી તથા ઇન્‍ટરનેટના માધ્‍યમથી વૃદ્ધાના પરિવાર અંગે માહિતી મેળવેલ પરંતુ ત્‍યાં આવી કોઇ વિસ્‍તાર નથી તેવું જણાવતા ફરી વૃદ્ધાનું કાઉન્‍સેલિંગ કરતા તેઓ ગુડલક નાકુ પાટણ સોમનાથ જણાવતા ફરી પાટણ પોલીસનો સંપર્ક કરતા તેઓએ વૃદ્ધના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્‍ન કરેલ ત્‍યારબાદ બે એક કલાક જેવો સમય થઇ જતા વૃદ્ધાના પરિવારની માહિતી મેળવેલ નહિં જેથી વૃદ્ધાને રાજકોટ વૃદ્ધઆશ્રમ ખાતે ૧૮૧ વેનમાં બેસાડી આશ્રય માટે લઇ જતા હોય ત્‍યાં તેમના દિકરાનો ફોન પાટણથી  આવેલ તેઓએ આ વૃદ્ધા અમારા માતા છે. તેઓ વૃદ્ધાવસ્‍થાના લીધે ભુલી જતા હોય તેઓ ગઇ કાલે સવારે કહ્યા વગરના વેરાવળથી રાજકોટની ટ્રેનમાં બેસી ગયાને દીકરીને ઘેર રાજકોટ આવ્‍યા હશે પણ ઘર નહિ મળતા ભુલા પડી ગયા હશે તેવું જણાવેલ ત્‍યારબાદ વૃદ્ધાના દીકરી રાજકોટમાં આજીડેમ વિસ્‍તારમાં રહેતા હોય ત્‍યાં વૃદ્ધાને પરિવાર સાથે મિલન વૃદ્ધાએ ખુશીના આશુ દ્વારા ૧૮૧ ટીમનો આભાર વ્‍યકત કર્યો હતો

(4:29 pm IST)