રાજકોટ
News of Monday, 12th April 2021

લાઈફ બ્‍લડ સેન્‍ટરે ત્રણ દિવસમાં ૩૮૨ યુનિટ રકત પુરૂં પાડયું

વધુને વધુ લોકોને રકતદાન કરવા અનુરોધ

રાજકોટ,તા.૧૨: આજે જયારે આખા વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્‍યારે રાજકોટ શહેરના લાઈફ બ્‍લડ સેન્‍ટરે છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૮૨ દર્દીઓને યુનિટ રકત પુરૂં પાડયું છે.

લાઈફ બ્‍લડ સેન્‍ટરના મેડીકલ ડિરેકટરે જણાવેલ છે કે હાલ કોરોનાને કારણે રકતદાન કેમ્‍પ શકય ન હોવાથી સ્‍વૈચ્‍છિક રકતદાતાઓ જાતે જ બ્‍લડ બેન્‍કમાં રકતદાન કરીને દર્દીઓને સહાયભૂત થાય તેવો અનુરોધ કરાયો છે. હાલ બધી જ બ્‍લડ બેંકમાં લોહીની તીવ્ર અછત છે. ત્‍યારે ૧૮- ૬૦ વર્ષમાં યુવાનો અને તંદુરસ્‍ત લોકોને રકતદાન કરવા લાઈફ બ્‍લડ સેન્‍ટરે અનુરોધ કર્યો છે.

લાઈફ બ્‍લડ સેન્‍ટરના ડો.સંજીવ નંદાણી અને ડો.નિશિત વાછાણીએ જણાવેલ છે કે લોકોના  કોરોના નેગેટિવ થયા બાદ તેમનું  ૨૮ દિવસ બાદ પ્‍લાઝમા ડોનેટ કરવું જરૂરી છે. તેમના ડોનેશનથી અન્‍યનું જીવન  બચી શકે છે.

(4:34 pm IST)