રાજકોટ
News of Monday, 12th April 2021

અવધ રોડ ઉપર

ડ્રેનેજ લાઇનના અભાવે કેતન પાર્કના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા

રૂડાના સત્તાધીશો ગટર યોજના, ડ્રેનેજ લાઇન તેમજ પાણીની લાઇન બાબતે તાત્‍કાલિક યોગ્‍ય કરે તેવી માંગણી : અહીં ઘણાં બિલ્‍ડીંગો અને હાઇરાઇઝ એપાર્ટમેન્‍ટસ આવેલા છે.

રજકોટ તા.૧ર : રાજકોટના હાર્દસમા કાલાવડ રોડ અને અવધ રોડના ખૂણા ઉપર આવેલ વીરડા વાજડી ગામનો રેવન્‍યુ સર્વે નંબર ૮ર ધરાવતા કેતન પાર્ક  ઓનર્સ એસોસીએશનના લોકો ડ્રેનેજ લાઇનના અભાવે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છ.ે રૂડાના સત્તાધીશો ગટર યોજના / ડ્રેનેજ લાઇન તેમજ પાણીની લાઇન બાબતે તાત્‍કાલિક યોગ્‍ય કરે તેવું ભૂતકાળમાં કરેલ રજુઆતમાં માંગણી કરવામાં આવી છે.

કેતન પાર્ક ઓનર્સ એસો.(અવધ રોડ રહેણાંક બિલ્‍ડીંગ એસોસીએશન) તરફથી રાજકોટ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરીટી, રાજકોટના ચેરમેનને તા.૧/૭/ર૦ર૦ (ઇન્‍વર્ટ તારીખ ૩/૭/ર૦) ના રોજ કરવામાં આવેલ રજુઆતમાં જણાવાયું છે કે સોસાયટીમા હાઇરાઇઝ એપાર્ટમેન્‍ટસ સહિત ઘણાં બધાં બિલ્‍ડીંગો આવેલા છે. આ બિલ્‍ડીંગોમાં ઓથોરીટી તરફથી ડ્રેનેજ લાઇન ઉપલબ્‍ધ ન હોવાથી ગંદા પાણીનો નિકાલ કરવો ઘણો મુશ્‍કેલ બને છે.

અવધ મેઇન રોડ ઉપર ગટર યોજનાનું આયોજન થાય તો બધાં બિલ્‍ડીંગના ડ્રેનેજના પાણીનો નિકાલ થઇ શકે. હાલમાં તો દરેક બિલ્‍ડીંગ દ્વારા પોતપોતાની રીતે સોસખાડા બનાવેલ હોય, પરંતુ નીચે પથરાળ (હાર્ડ) જમીન હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને ગંદકી વધી રહી છે અને રોગચાળાનો ભય સેવાઇ રહ્યો હોવાનું રજુઆતમાં જણાવેલ છે. આ કારણથી તાત્‍કાલીક ધોરણે ડ્રેનેજ લાઇન કરાવી આપવા માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત અહીં પાણીની લાઇનની પણ ખૂબ આવશ્‍યકતા હોવાથી નજીકમાં કાલાવડ રોડ પર નર્મદાની પાઇપલાઇન આવેલ હોય, તેમાંથી જોડાણ આપવા માંગણી કરવામાં આવી છે. આ માટે રૂડા દ્વારા નકકી કરવામાં આવેલ ચાર્જીસ આપવા પણ કેતન પાર્ક ઓનર્સ એસો.ના લોકોતૈયાર હોવાનું રજુઆતમાં જણાવ્‍યું છે. રજુઆતની નકલ ગુજરાત વોટર સપ્‍લાય એન્‍ડ સેવરેજ બોર્ડ તથા મુખ્‍ય નગર નિયોજક અધિકારી ગાંધીનગરને પણ મોકલવામાં આવી છે.

રજુઆતમાં અવધ રોડ પર આવેલ રહેણાંક બિલ્‍ડીંગના એસોસીએશન, કેતન પાર્ક ઓનર્સ એસો. રવિ હેવન ફલેટ ઓનર્સ એસો.ડેકોરા હાઇલેન્‍ડ તથા હેબીટેટ ફલેટ ઓનર્સ એસો. શ્રીસિદ્ધિવિનાયક બિલ્‍ડકોન, ડેકોરા, હિલ્‍સ, અમાંશએ તથા બી ફલેટ ઓનર્સ એસો., ગુરૂકૃપા શ્રદ્ધા રીયાલિીઝ પ્રા.લી.વિગેરે તરફથી અરજી બીડાણ કરવામાં આવેલ છે.કેતન પાર્ક ઓનર્સ એસો.ના સભ્‍ય-હોદેદાર તરફથી અકિલાને મોકલવામાં આવેલ તસ્‍વીરો નજરે પડે છે.

(4:48 pm IST)