રાજકોટ
News of Saturday, 12th June 2021

આશાપુરા સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : છ મહિલા પકડાઇ

ભગવતીપરામાં તીનપતિનો જુગાર રમતા આઠ પકડાયા

રાજકોટ,તા. ૧૨: કોઠારિયા રોડ પર આશાપુરા સોસાયટીમાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આશાપુરા સોસાયટીમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આશાપુરા સોસાયટી શેરી નં. ૭માં રહેતા લીલાબેન ડાયાભાઇ રોકડના મકાન દરોડો પાડી મકાન માલીક લીલાબેન રોકડ તથા બાબરીયા કોલોની શેરી નં.૫, ગુરૂકૃપા સોસાયટી શેરી નં.૧ના નયનાબા વનરાજસિંહ સરવૈયા, નવલનગર શેરી નં.૯ના ખૂણે શેરી નં.૩ના શિતલબેન લાલજીભાઇ હાડા, ગંજીવાડા સંતોષી ચોકમાં બંધ શેરીમાં રહેતા કૈલાશબેન સુરેશભાઇ સેજાસરા, મવડી ચોકડી વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૯ના મનીષાબેન રણજીતભાઇ બાબરીયા અને રામનાથપરા નદીના કાંઠે રહેતા રીનાબેન ઉર્ફે જાડી વિનોદભાઇ કડેવાલને પકડી લઇ રૂ. ૨૧,૪૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા, એ.એસ.આઇ ભાનુભાઇ, ફિરોજભાઇ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, હિતેન્દ્રસિંહ, મૈસુરભાઇ તથા મહિલા કોન્સ. વર્ષાબેન મુંધવા દ્વારા કરવામાં આવી હતી.

દેવીપૂજક વાસમાં જુગાર રમતા ૮ ઝડપાયા

ભગવતીપરામાં આવેલા દેવીપૂજક વાસમાં બી ડીવીઝન પોલીસ મથકમાં પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ કે.યુ.વાળા તથા ધર્મેન્દ્રસિંહ અને હાર્દિકભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભગવતીપરાના સંજય નટુભાઇ ઉધરેજીયા, કનક ધીરૂભાઇ ઉધરેજીયા, અરવિંદ જેન્તીભાઇ વાણોદીયા, વીશાલ જયેશભાઇ ઉધરેજીયા, સંજય વજુભાઇ ઉધરેજીયા, રમેશ મયુરભાઇ વાણકીયા, સુભાષ રમેશભાઇ વાણકીયા અને જયેશ જેન્તીભાઇ વાણોદીયાને પકડી લઇ રૂ. ૧૫,૧૯૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:56 pm IST)