રાજકોટ
News of Saturday, 12th June 2021

સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં બહેનો માટે નિઃશુલ્ક યોગ શિબિર

યોગ એ ભાનવ જીવનને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. ત્યારે બહેનો યોગ તરફ વળે અને નિરામયી બની રહે તેવા ઉમદા આશયથી પટેલ સેવા સમાજ અને ગુજરાત રાજય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, નાના મૌવા પાસે નિઃશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરરોજ સવારે ૬.૩૦ થી ૭.૩૦ સુધી કોચ ડો. ધર્મિષ્ઠાબેન હિંગરાજીયાના માર્ગદર્શન દ્વારા મહીલાઓને યોગ શિક્ષણ અપાઇ રહ્યુ છે. સાથો સાથ યોગ ટ્રેનરોને પણ પ્રશિક્ષણ અપાઇ રહ્યુ છે. જેઓને તાલીમ પૂર્ણ થયે પ્રમાણપત્ર એનાયત કરાશે. યોગ શિબિરમાં સામેલ થવા ઇચ્છુક બહેનો પાથરણું અને પાણીની બોટલ સાથે રાખી આ વર્ગોમાં જોડાઇ શકશે. તેમ સંસ્થાના અગ્રેસરો કિશોરભાઇ ઘોડાસરા (મો.૯૪૦૮૧ ૭૫૧૧૧) અને મનિષભાઇ ચાંગેલાની યાદીમાં જણાવાયુ છે.

(4:25 pm IST)