રાજકોટ
News of Saturday, 12th June 2021

ગાંધીગ્રામ વિસ્તારમાં ૭ર સુપર સ્પ્રેડરોને વેકસીનેશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ : કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ફેરીયાઓ તથા વેપારીઓને વેકસીનેશન કરાવવા માટે સુચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે. એ. વાળા સહિતના સ્ટાફે ગાંધીગ્રામ વિસ્તારમાં પાનના ગલ્લા, ચાની લારીવાળા વેપારીઓ તથા ફેરીયાઓ સહિતના ૭ર જેટલા સુપર સ્પ્રેડરોને વેકસીન અપાવી અને તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

(4:26 pm IST)