રાજકોટ
News of Saturday, 12th June 2021

પંજાબી સ્વાદનો ઓરીજીનલ તડકો 'સન્ની પાજી દા ધાબા'

સ્વાદપ્રેમીઓને ભરપેટ ખવડાવીને રાજી થતો આ સિંઘ પરીવારે 'સન્ની પાજી દા ધાબા'માં ગુજરાતીઓને ઓરીજીનલ પંજાબી ટેસ્ટ પુરો પાડયો : મુળ પંજાબના શૈફ દ્વારા જ રસોઇ, ગ્રેવી અને સબજીની ખરીદી ખુદ માલીક કરે : રાજકોટ, મોરબી અને ધ્રોલમાં બ્રાન્ચ : લોકો સબજી બનતી જોઇ શકે તે માટે લાઇવ કિચન : માત્ર બ્રાન્ડેડ વસ્તુઓનો જ ઉપયોગ : જાણે પંજાબમાં બેસી રીયલ પંજાબી વાનગીઓનો સ્વાદ : દાઢે વળગે તેવુ આહલાદક વાતાવરણ : 'સન્ની પાજી દા ધાબા' ચાર વર્ષનો પૂર્ણ કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ : 'સન્ની પાજી દા ધાબા'માં મેનુ પણ સીલેકટેડ અને લીમીટેડ રખાયું છે. લગભગ ૬૦ જેટલી આઇટમ રાખવામાં આવી છે. જેમાં (૧) પાટીયાલા લસ્સી (૨) ચિઝ ગાર્લીક નાન (૩) ધાબા સ્પેશ્યલ (૪) પનીર અંગારા (૫) વેજ કોલ્હાપુરી (૬) શાહી બીરીયાની તેમની સિગ્નેચર આઇટમ છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સન્ની પાજી દા ધાબાના શ્રી સન્ની પાજી તથા શ્રી સી.પી.સિંધ (ચાચાજી) નજરે પડે છે. : રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ સન્ની પાજી દા ધાબાની તસ્વીર

રાજકોટઃ તા.૧૨, પંજાબીઓને બે વસ્તુ સૌથી વધુ પસંદ હોય છે. ડાન્સ અને ફુડ જો ફુડની વાત કરીએ તો ઓરીજીનલ પંજાબી ફુડ પંજાબ સિવાય ગુજરાતમાં મેળવો મુશ્કેલ હોય  પણ છેલ્લા ૬૦ વર્ષથી રાજકોટને જ વતન બનાવી વસેલા સિંઘ પરીવારની ચોથી પેઢીએ 'સન્ની પાજી દા ધાબા' નામે શરૂ કરેલ ઓરીજીનલ ટેસ્ટ સાથેના પંજાબી ધાબાએ છેલ્લા ચાર વર્ષથી રાજકોટની સાથે સૌરાષ્ટ્રવાસીઓને પંજાબી વાનગીઓનો રસથાળ પીરસી મુળ પંજાબના ટેસ્ટને કાઠીયાવાડીઓની દાઢે વડગારનાર ' સન્ની પાજી' તેમજ તેમના કાકા શ્રી સી.પી. સિંઘ (ચાચાજી)એ 'અકિલા' સાથેના સંબંધોને વાગોળ્યા હતા અને  'સન્ની પાજી દા ધાબા' ને અનહદ પ્રેમ આપવા માટે રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓનો આભાર માન્યો હતો.

જેના નામથી પંજાબી ધાબુ છે તે સન્નીપાજીએ કહ્યું કે મારા દાદા શ્રી સરદાર ઉજાગર સિંઘજી કે જેઓ વેસ્ટર્ન રેલ્વેમાં ઓફીસર હતા. તેઓને હોટલ ઇન્ડસ્ટ્રીનો જબરો શોખ હતો. ૧૯૬૫માં તેઓએ રેલ્વે સ્ટેશન પર આર્મી માટે વિનામુલ્યે કેન્ટીન શરૂ કરી ૧૦૦થી વધુ દિવસ માટે લંગર ચલાવ્યા હતા. પિતાશ્રી તેજીન્દર સિંઘ (પપ્પુભાઇ) અને તેમના મોટા ભાઇ શ્રી મહેન્દ્રસિંઘ કે જેઓ મુંબઇ છે. તેઓ બંને કન્ટ્રકશન લાઇનમાં છે. જયારે હુ અને મારા ચાચાશ્રી સી.પી.સિંઘ (ચાચાજી) ચાર વર્ષ પહેલા રાજકોટ-જામનગર હાઇવે પર 'સન્ની પાજી દા ધાબા'શરૂ કર્યો હતો.

રાજકોટમાં 'સન્ની પાજી દા ધાબા' શરૂ કર્યા બાદ મોરબીથી પણ વધુ લોકો અહિ આવતા મોરબીના રવાપર અને સામાકાંઠે બ્રાન્ચ શરૂ કરી. ત્યારબાદ રાજકોટના સર્વેશ્વર ચોકમાં યાજ્ઞિક રોડ ખાતે પાર્સલ સર્વિસ શરૂ કરી અને ધ્રોલમાં પણ બ્રાન્ચ શરૂ કરી. હાલ 'સન્ની પાજી દા ધાબા'ની કુલ પાંચ બ્રાન્ચ કાર્યરત છે.

લોકોને રીયલ પંજાબી ટેસ્ટ કઇ રીતે આપો છો ? સન્ની પાજી કહે છે મુળ પંજાબી ફુડ છે. સરસો દા શાક અને મકકે કી રોટી જે મુળ શિયાળાની આઇટમ છે પણ અહિં અમે લોકોના ટેસ્ટ પ્રમાણે તેમાં મોડીફીકેશન (બદલાવ) કર્યો. મુળ પંજાબી સબજી તીખી હોય જયારે અહિ લોકોને અમે થોડુ સ્વીટ આપીએ છીએ. 'સન્ની પાજી દા ધાબા' ના મુળ શૈફ રામબહાદુર કે જેઓ મુળ પંજાબના છે. તેઓ છેલ્લા ૧૮ વર્ષથી દિલ્હી હતા અને હવે રાજકોટના લોકોને પંજાબી ટેસ્ટ પીરસી રહયા છે.

'સન્ની પાજી દા ધાબા'માં દરરોજ પંજાબી વાનગીઓનો સ્વાદ ચાખવા સ્વાદ શોખીનો રીતસર લાઇન લગાવે છે. અહિંની ખાસીયત એ છે કે શ્રી સન્નીપાજી અને શ્રી સિ.પી.સિંઘ (ચાચાજી) જાતે દરરોજ પંજાબી ગ્રેવી તૈયાર કરે છે તેમાં નાંખવામાં આવતા મસાલા તેઓ ખુદ બનાવે છે. એટલુ જ નહિ એ-વન કવોલીટીની સબ્જી અને બ્રાન્ડેડ પનીર, દહિ, માખણ પણ તેઓ જાતે જ પસંદ કરે છે. 'સન્ની પાજી દા ધાબા'નો જે ધી બેસ્ટ પંજાબી ટેસ્ટ છે તે આજ કારણે છે. 'સન્ની પાજી દા ધાબા'ની અન્ય બ્રાન્ચના શૈફ પણ ત્રણ મહિના મુળ શૈફ રામબહાદુર પાસે તાલીમ મેળવે છે અને પછી જ કુકીંગ કરે છે જેથી દરેક જગ્યાએ એક જ ધારો ટેસ્ટ જળવાય રહે છે.

'સન્ની પાજી દા ધાબા'માં મેનુ પણ સીલેકટેડ અને લીમીટેડ રખાયું છે. લગભગ ૬૦ જેટલી આઇટમ રાખવામાં આવી છે. જેમાં (૧) પાટીયાલા લસ્સી (૨) ચિઝ ગાર્લીક નાન (૩) ધાબા સ્પેશ્યલ (૪) પનીર અંગારા (૫) વેજ કોલ્હાપુરી (૬) શાહી બીરીયાની તેમની સિગ્નેચર આઇટમ છે. જે લોકોને દાઢે વળગેલી છે એ ઉપરાંત હાલ મખની,  કાજુ બટર મસાલા, પનીરની વાનગીઓ, વેજ તુફાની, વેજ અંગારા વગેરે અનેક વાનગીઓનો રસથાળ અહિ ઉપલબ્ધ છે. અહિ આવીને પંજાબી વાનગીઓ આરોગતા લોકોને જાણે પંજાબમાં જ બેસીને પંજાબી સ્વાદ માણતા હોય તેવો અનુભવ થયા વિના રહેતો નથી.

સન્ની પાજી દા ધાબાની થીમ પણ એકદમ દેસી ધાબા ટાઇપ રખાઇ છે. એસીમાં કાચના ટેબલ વગેરે નહિ પણ કુદરતી ખુલ્લા વાતાવરણમાં પંજાબી વાનગીઓની સોડમ લેતા પંજાબી લોકોની વચ્ચે રીયલ પંજાબી વાનગી ખાતા આંગળા  ચાટતા રહી જાવ તેની ગેરેંટી છે. અહિં ઝુપડ્ડીઓ પ્લાસ્ટીક ટેબલ ખુરશી, ૧૦૦ વર્ષ જુનુ ગાડુ, સેલ્ફી ઝોનમાં ટ્રેકટર ઉપરાંત પંજાબી વાતાવરણ લાગે તે માટે ઘોડા પણ રાખવામાં આવ્યા છે. બાળકો માટે ગેઇમ ઝોન પણ રખાયો છે. એટલુ જ નહિ પંજાબી જગ્યા પછી સંતોષનો ઓડકાર ખાતા વાતોના તડાકા મારવા ખાસ જગ્યા પણ રખાઇ છે.

શ્રી સન્નીપાજી અને શ્રી સી.પી. સિંઘ (ચાચાજી) કહે છે. આ બધુ વડીલોના આર્શીવાદ અને કુદરતની કૃપાથી થયું છે. સન્ની પાજી દા ધાબામાં  લાઇવ કિચન પણ છે. એટલે કે મેનુ બનતુ હોય ત્યાં લોકો બિન્દાસ જઇ સબજી બનતા જોઇ શકે છે. તેને કોઇ રોક ટોક કરાતી નથી. નોંધનીય બાબત છે કે આ શિખ પરીવારે શહીદોને હૃદયમાં સ્થાન આપ્યું છે. જેથી સન્ની પાજી દા ધાબાની દરેક બ્રાંચમાં શહીદ ભગતસિંહજીના મોટા ફોટાઓ રાખવામાં આવ્યા છે. દર ૨૩ માર્ચે શહીદ દિવસે સન્ની પાજી દા ધાબા તેના ગ્રાહકોને કોઇ એક નકકી કરેલી આઇટમ ફ્રી આપે છે. એટલુ જ નહિ આર્મીના પરીવારને ૫૦ % ડિસ્ટકાઉન્ટ પણ આપે છે.

સન્ની પાજી દા ધાબાને રાજકોટમાં ચાર વર્ષ પૂર્ણ થયા ૨૦૧૭માં  શરૂ કરેલી પંજાબી વાનગીઓની સફર હવે ફેન્ચાઇઝી મોડમાં પહોંચી છે. હવે સન્ની પાજી દા ધાબા નજીકના ભવિષ્યમાં સૌરાષ્ટ્ર ઉપરાંત સંવાદ જેવા શહેરોમાં પણ ઉપલબ્ધ બનશે. લોકોને ખવડાવીને રાજી થાય તેવો આ શીખ પરીવાર ૬૦ વર્ષથી રાજકોટમાં રહે છે. તેઓ કહે છે અમે અહિં સંબધો કમાણા છીએ. ભવિષ્યમાં રાજકોટ વાસીઓ માટે શ્રી સન્નીપાજી શ્રી સી.પી. સિંઘ (ચાચાજી) અને મુંબઇ કનસ્ટ્રકશનનું કામ કરતા શ્રી મહેન્દ્રસિંઘજી દ્વારા અત્યાધુનિક ઢાળો બનાવવાનું આયોજન છે. જેથી રાજકોટવાસીઓને અગણીત સ્વાદ વર્ષો સુધી આપતા રહે અને લોકોને પ્રેમ મેળવતા રહે.

''સન્ની પાજી દા ધાબા'' રાજકોટ-જામનગર હાઇવે ઘંટેશ્વર પરાપીપળીયા બસ સ્ટોપ સામે, સમય સવારે ૧૧:૩૦ થી ૩ સાંજે ૫:૩૦ થી ૧૧ (લોકડાઉન સિવાય રેગ્યુલર સમય) શ્રી સી.પી.સિંઘ (ચાચાજી) ૯૯૯૮૮ ૮૯૦૬૯, સન્ની પાજી ૯૮૨૪૫ ૧૭૨૯૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. સન્ની પાજી દા ધાબા ખાતે મોડી સાંજથી મોટરો, સ્કુટરોના ઢગલા થાય છે અને ફેમીલી અને મિત્ર સર્કલો સાથે મોજ માણવા રિતસર મેળાવડો ઉમટી પડે છે.

જો તમને જમવાનું ભાવે તો 'બેલ' વગાડો....

સન્ની પાજી દા ધાબામાં એક નવા પ્રકારની પહેલ કરાઇ છે. સન્ની પાજીને વિચાર આવ્યો કે લોકોને ફુડ ભાવે તો વખાણ કઇ રીતે કરે? તેમણે તેમના ધાબામાં કાઉન્ટર પાસે એક બેલ રાખી છે અને પરમકુપાળુ શ્રી વાહેગુરૂની કૃપાથી લોકો નિરંતર આ બેલ વગાડતા જ રહે છે. કારણ લોકોને જીભે વળગેલો સ્વાદ બેલ બગાડી વ્યકત કરે છે અને આ બેલ સતત રણકતી જ રહે છે. વધુમાં વધુ ધાબામાં 'વાહેગુરૂ સીમરના સતત ચાલુ હોય છે. જેથી એક પવિત્ર વાતાવરણ સર્જાય છે અને લોકોને શ્રેષ્ઠ ભોજન સાથે ડિવાઇન વાતાવરણનો અદભૂત અનુભવ પણ થાય છે.

શ્રી સરદાર ઉજાગરસિંઘજીની અવિરત અને યશસ્વી સેવા

સન્ની પાજી દા ધાબાના પ્રેરણાસ્ત્રોત અને સિંઘ પરીવારના મોભી આદરણીય શ્રી સરદાર ઉજાગર સિંઘજી ૮૮ વર્ષે પણ યુવાનોને શરમાવે તેથી સ્ફૂર્તી ધરાવે છે. તેઓ નિત્ય સેવારત રહે છે. ભારતીય રેલ્વેમાં ઓફીસર તરીકે યશસ્વી સેવાઓ આપી છે. છેલ્લા ૫૫ વર્ષથી રાજકોટ ગુરૂદ્વારામાં જનરલ સેક્રેટરી તરીકે રહયા છે. જયારે બેટ દ્વારકા અને લખપતમાં બનતા ગુરૂદ્વારામાં ૧૫ વર્ષથી સેવા આપતા રહયા છે. તેમના ગુરૂ શ્રી સંત બાબા લખાસિંઘજી અને શ્રી સંત બાબા હરજીતસિંઘજીની તેમના પર અપાર આર્શીવાદ છે. તેમની આ સેવાની આહલેખ તેમના પરિવાર પણ જાળવી છે. જેથી લોકડાઉન વખતે વિનામુલ્યે લંગરસેવા, યાત્રાળુઓને ચા-પાણી વ્યવસ્થા, રાશનકીટ વિતરણ, એનડીઆરએફની ટીમને વિનામુલ્યે ભોજન કરાવવા સહિતની અનેક સેવાઓ સન્ની પાજી દા ધાબા દ્વારા કરાઇ છે અને અવિરત ચાલુ જ છે.

(4:34 pm IST)