News of Friday, 12th August 2022
ઘનશ્યામનગર વેસ્ટમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુર્હુત
રાજકોટઃ અહિં વોર્ડ નં.૧૦ના કાલાવડ રોડ પર આવેલા ઘનશ્યામનગર વેસ્ટમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુર્હુત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પ્રભારી પ્રવિણભાઈ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ મનીષભાઈ ડેડકીયા, સંગીતાબેન છાયા, ભાવનાબેન મહેતા, મેઘાબેન વૈષ્ણવ, વ્યોમભાઈ વ્યાસ, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્થાનિક લતાવાસીઓ આનંદભાઈ માંકડીયા, ભરતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
(3:23 pm IST)