News of Thursday, 12th November 2020
સાંજે સંચારી રોગ અટકાવવા અંગે તથા જીલ્લા હેલ્થ સોસાયટી અંગે કલેકટર કચેરીમાં મીટીંગ
રાજકોટ, તા. ૧ર : આજે સાંજે સંચારી રોગ અટકાવવા માટેની જીલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાશે. બેઠકમાં કોવીડ-૧૯ અનુલક્ષીને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાશે.
આ ઉપરાંત, આજે સાંજે ૪ વાગ્યે ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીના ચેરમેન અને કલેકટરના અધ્યક્ષ સ્થાને પહેલા માળે મીટીંગ યોજાશે તમામ સંબંધીત અધિકારીઓને હાજર રહેવા કહેવાયું છે.
(11:33 am IST)