રાજકોટ
News of Friday, 12th November 2021

પતિની મહિલામિત્ર સાથે ઝઘડો થવાને કારણે બાબરીયા કોલોનીના પૂજાબેને બ્લીચીંગ પીધું

રાજકોટ તા. ૧૨: બાબરીયા કોલોની ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતી પૂજાબેન નયનભાઇ ધામેલીયા (ઉ.વ.૪૪) નામની મહિલાએ રાતે બ્લીચીંગ પ્રવાહી પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પૂજાબેનના કહેવા મુજબ તેને સંતાનમાં એક પુત્રી છે. તેણીના પતિ ડ્રાઇવીંગ કરે છે. પૂજાબેને આક્ષેપ કર્યો હતો કે મારા પતિને ત્રણ સંતાનની મા એવી એક મહિલા સાથે મિત્રતા છે. એકાદ વર્ષથી આ બંને એક બીજા સાથે બોલે છે અને હરેફરે છે. બે ત્રણ દિવસ પહેલા પતિ તેની આ સ્ત્રીમિત્રને લઇ રાધનપુર ફરવા નીકળી ગયો હતો. ગત રાતે મહિલા પરત આવી ગયાની મને જાણ થઇ હતી. પણ પતિ ઘરે આવ્યો ન હોઇ તેના વિશે હું એ મહિલાને પુછવા જતાં બંને વચ્ચે ઝઘડો થતાં માઠુ લાગી જતાં મેં બ્લીચીંગ પી લીધું હતું. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)