News of Saturday, 13th February 2021
આલે.. લે.. મનસુખ કાલરિયાનું નામ ચૂંટણી પંચની વેબસાઇટમાં 'ભાજપ'માં દર્શાવાયુ
રાજકોટ તા. ૧૩ : મ.ન.પા.ની ચુંટણીનો જંગ હવે બરાબર જામ્યો છે ત્યારે તાજેતરમાં ઉમેદવારી ફોર્મ ભરનારા દરેક ઉમેદવારોના સોગંદનામાની યાદી ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ પર જાહેર કરી છે. જેમાં રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાને ભાજપના હોવાનું દર્શાવાયું છે.
આ અંગેની વિગતો મુજબ રાજકોટ મ.ન.પા.ની ચૂંટણી લડતા દરેક ઉમેદવારોના સોગંદનામાની વિગતો ચૂંટણીપંચની વેબસાઇટ ઉપર જાહેર કરાઇ છે. જેમાં વોર્ડ નં. ૧૦નાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ઉપનેતા મનસુખભાઇ કાલરિયાના નામ સામે તેઓનો પક્ષ ભાજપ હોવાનું દર્શાવાતા આ દેખાવમાં નાની પણ હકીકતમાં આખેઆખો પક્ષ પલ્ટો કરાવી નાખતી 'ભૂલ'થી ખળભળાટ મચી ગયો છે.
(3:37 pm IST)