રાજકોટ
News of Saturday, 13th February 2021

વોર્ડ નં.૧૬માં ભાજપની વિકાસયાત્રા જારી રહેશે

વિસ્તારના પ્રશ્નોને હલ કરવાની નેમ : ડવ, વસોયા, સિદ્ધપુરા, જોષી

રાજકોટ, તા. ૧૩ : આગામી તા. ૨૧ના રવિવારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. અહિં વોર્ડ નં.૧૬ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ ડવ સુરેશભાઈ વસોયા, કંચનબેન સિદ્ધપુરા - રૂચીતાબેન જોષીએ 'રાજકોટ મક્કમ ભાજપ સાથે અડીખમ' સૂત્રને ખરા અર્થમાં સાર્થક બનાવવા આહવાન કરેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

વોર્ડ નં.૧૬ (કોઠારીયા રોડ)ના તમામ વિસ્તારમાં વિકાસ યાત્રાને વેગવંતી કરવા અને વિકાસને સ્પર્શતા તમામ પ્રશ્નો હલ કરવા ચારેય ઉમેદવારો કોલ આપ્યો હતો.

રોજીંદા પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સફાઈ - પાણી વિતરણ વ્યવસ્થા - આરોગ્ય જેવા પ્રશ્નોને પુરતુ ધ્યાન આપવા તેઓને નેમ છે. તેઓ સતત જાગૃત રહી વિકાસયાત્રા આગળ ધપાવશે. તેમ ભાજપના ચારેય ઉમેદવારોએ જણાવ્યુ હતું. હાલ વોર્ડ નં.૧૬ પ્રચારતંત્ર વેગ પકડી રહેલ છે. દરરોજ નાના - મોટા વિસ્તારોમાં બેઠકનો દોર ચાલુ છે ત્યારે લોકોનો સ્વયંભુ સર્વત્ર આવકાર જોવા મળી રહેલ છે. સમગ્ર ચૂંટણી પ્રચારને આયોજન સફળ બનાવવા વોર્ડ નં.૧૬ ભાજપ વોર્ડ સમિતિ પ્રભારી જીણાભાઈ ચાવડા - વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ મીયાત્રા, મહામંત્રીઓ જીતુભાઇ સીસોદીયા, જતીનભાઇ પટેલ, વોર્ડ નં.૧૬ ભાજપ પીઢ અગ્રણી વિભાભાઈ મિયાત્રા, રમેશભાઈ ઉધાડ, ભરતભાઈ કુબાવત, જયેશભાઈ દવે, ઉકાભાઈ લાવડીયા, પવુભા ખાચર, પ્રવિણભાઈ કીયાડા, હિરેન ગોસ્વામી, મનોજ ચાવડા, રાજુભાઈ રાવલ, ચાંદનીબેન ગોંડલીયા સહિત આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:45 pm IST)